રાજકોટના યુવાને માધુરી દિક્ષિત અને સુનિલ શેટ્ટી સામે આપ્યુ ડાન્સ પર્ફોમન્સ
દરજી કામ કરતાં પિતાના દિકરાએ ડાન્સમાં મેળવી અનોખી સિદ્ધિ
કેયુર વાઘેલા કલર્સ ચેનલ પર આવતા ડાન્સ દીવાને રિયાલિટી શોમાં ચમક્યો: સ્પેશયલ પર્ફોમર તરીકે આપેલું પર્ફોમન્સ તા.૧૮મીએ થશે રિલીઝ
રાજકોટનો એક યુવાન કે જે અભ્યાસ માટે લંડન ગયો પરંતુ તેની ડાન્સ પ્રત્યેની દિવાનગીએ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવી દીધી. શહેરના કેયુર વાઘેલા નામના યુવાને લંડનમાં યોજાયેલા ડાન્સ દીવાને રિયાલિટી શોમાં ઓડિશન આપ્યું હતું અને સમગ્ર યુ.કેમાં ૫૦૦ ડાન્સરોમાંથી તે વિજેતા થઈને મુંબઇમાં તેને માધુરી દિક્ષિત અને સુનિલ શેટ્ટી સામે ઇન્ટરનેશલ પર્ફોર્મર તરીકે પર્ફોમન્સ કરવાનો ચાન્સ મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે ડાન્સમાં વિજેતા બનેલા કેયુર વાઘેલા ‘વોઇસ ઓફ ડે’ની મુલાકાતે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, પોતે મૂળ રાજકોટના ગાયકવાડી વિસ્તારનો રહેવાસી અને છે અને તેના પપ્પા બપોર સુધી દરજી કામ કરે છે અને રાત્રે સિક્યુરિટીમાં નોકરીને કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મને પહેલાથી જ ભણવા ઉપરાંત જુદી-જુદી એક્ટિવિટીસમાં રસ હતો. ડાન્સ મને ખૂબ જ પસંદ છે. શાળામાં અભ્યાસ દરમિયાન મે સ્કૂલ ફંક્શનમાં ડાન્સ કર્યો હતો ત્યારથી ડાન્સ પ્રત્યે મારી રુચિ વધવા લાગી હતી. બાદમાં મે રાજકોટમાં થતાં મેળા, ગણપતિ ઉત્સવો વગેરેમાં સ્ટેજ પર પર્ફોમન્સ કરતો હતો.
થોડા સમય પહેલા જ હું અભ્યાસ માટે યુ.કે. ગયો છુ. જ્યાં મને જાણવા મળ્યું કે, કલર્સ ચેનલ પર આવેતા રિયાલિટી શો ડાન્સ દીવાનેનું યુ.કે.માં ઓડિશન થવાનું છે. જે ‘એક કન્ટ્રી એક વિનર’ સ્પર્ધા યોજાવાની હતી. હું લંડન પહોંચ્યો અને મે ઓડિશન આપ્યું. અંદાજે ૫૦૦ જેટલા સ્પર્ધકોમાંથી હું પ્રથમ આવ્યો. હું પ્રથમ આવતા મને શોના સંચાલકો દ્વારા ઇન્ટરનેશનલ વિનર તરીકે સ્પેશય પર્ફોમન્સ માટે મુંબઈ ફિલ્મીસ્તાન સ્ટુડિયો માટે બોલાવવામાં આવ્યો. જ્યાં મે માધુરી દિક્ષિત અને સુનિલ શેટ્ટી સામે પરફોર્મ કર્યું હતું. આ પર્ફોમન્સ કલર્સ ચેનલ પર તા.૧૮મીએ રિલીઝ થશે. કેયુરે કહ્યું હતું કે, આજે હું ૧૦ વર્ષ બાદ અનેક સંઘર્ષો પછી સફળ થયો છું અને આંતરરાષ્ટ્રીય લેવલ પર વિજેતા થતાં ખૂબ ખુશ છુ. કેયુર પોતાની યુ-ટ્યુબ ચેનલ કેયુર વાઘેલાના નામથી ચલાવે છે.
માધુરી દિક્ષિત અને સુનિલ શેટ્ટી સામે લિરિકલ ડાન્સ કર્યો હતો. જે જોઈને માધુરી દિક્ષિતે કહ્યું હતું કે, તમારી ડાન્સ સ્ટાઇલમાં બારીકી છે. જેનાથી જાણી શકાય છે કે તમે યુ.કે.માં કેમ વિજેતા બન્યા. જ્યારે સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, તમે એક એવા કલાકાર છો કે જે ડાન્સિંગમાં એક્ટ પણ કરી શકે છે અને એક્ટિંગમાં ડાન્સ પણ. બંનેએ કેયુરના પર્ફોમન્સ બાદ સ્ટેન્ડિંગ ઓબીશન પણ આપ્યું હતું.
૧૦ વર્ષથી ડાન્સનો અનુભવ, જીત્યા છે ૮૫ એવોર્ડ
કેયુર વાઘેલા ખૂબ જ સારો ડાન્સર છે. તે છેલ્લા ૧૦ વર્ષથી ડાન્સની દુનિયામાં સફળ થવા મહેનત કરી રહ્યો છે. ડાન્સ દીવાને પહેલા અનેક જગ્યાએ ડાન્સની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ઓપન ગુજરાત, નેશનલ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે. બાદમાં રિયાલિટી શોમાંથી પણ ફોન આવવા લાગ્યા હતા. જેમાં ‘ડાન્સ પ્લસ સિઝન-૩’માં તે ટોપ ૫૦માં પહોંચ્યો હતો. જ્યારે કલર્સ ગુજરાતી પર આવતા શો ‘નાચ મારી સાથે’માં તે ટોપ ૨૦ સુધી પહોંચ્યો હતો. જ્યારે રિયાલિટી શોના કોરિયોગ્રાફર તરીકે સોની, ઝી અને સ્ટાર પ્લસ સાથે પણ કામ કર્યું છે.
આર્થિક પરિસ્થિતિને કારણે સ્પેન ન જઈ શક્યો
કેયુર વાઘેલાએ પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં વોઇસ ઓફ ડેણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં ડબલ્યુ ડી સી (વર્લ્ડ ડાન્સ કપ)નું બેંગલોરમાં આયોજન થયું હતું. જેના નેશનલ ક્વોલિફાયર રાઉન્ડમાં અંદાજે ૩૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં હિપહોપ વિભાગમાં વિજેતા બન્યો હતો. ભારતને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર રિપ્રેઝન્ટ કરવાણી તક હતી. જેના માટે સ્પેન જવાનું હતું પરંતુ આર્થિક મુશ્કેલીઓને કારણે હું સ્પેન જઈ શક્યો નહતો. આવી જ રીતે ડબલ્યુ ઓ.ડી (વર્લ્ડ ઓફ ડાન્સ) સ્પર્ધામાં પણ ઇન્ડિયન ક્વોલિફાયર તરીકે સિલેકટ થયો હતો પરંતુ તે સમયે કોવિડની બીજી લહેરને કારણે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ન જઈ શક્યો. એક સમય એવો હતો કે જ્યારે હું મારા ખર્ચે ઓડિશન આપવા માટે જતો હતો પરંતુ હવે રિયાલિટી શોના સંચાલકો પૈસા ખર્ચીને મને પર્ફોમન્સ માટે બોલાવે છે.