વડાપ્રધાન રાજકોટમાં કરશે રાત્રિરોકાણ
સોમવારે સવારે થશે રવાના: સર્કિટ હાઉસ આસપાસના વિસ્તારોને નો-પાર્કિંગ અને
નો-એન્ટ્રી ઝોન જાહેર કરતી પોલીસ: અચાનક જ કાર્યક્રમ બદલાતાં તંત્રમાં ભારે દોડધામ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. અહીંની મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને હજારો કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. બીજી બાજુ મોદી આજે રાત્રિરોકાણ રાજકોટમાં જ કરનાર હોવાનું જાહેર થતાં જ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. તેઓ સર્કિટ હાઉસમાં રોકાણ કરનાર હોવાથી આસપાસના વિસ્તારોને નો-પાર્કિંગ ઝોન તેમજ પ્રવેશબંધીના નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે વડાપ્રધાન તા.૨૫ના રાજકોટ આવી રહ્યા છે અને અહીં જ રાત્રિરોકાણ કરી ૨૬એ રાજકોટથી સવારે વિદાય લેશે. તેમના રાત્રિરોકાણને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે જ્યાં સુધી વડાપ્રધાન રવાના ન થાય ત્યાં સુધી વિવિધ રસ્તાઓ પર પ્રવેશબંધ રહેશે સાથે સાથે નો-પાર્કિંગ ઝોન પણ બનાવાયો છે ત્યારે કયા કયા રસ્તાઓ બંધ અને કયા કયા રસ્તાઓ ખુલ્લા રહેશે તે અત્રે પ્રસ્તુત છે.
આટલા રસ્તા બંધ રહેશે
- ચાણક્ય બિલ્ડિંગ-આઇસીઆઇસીઆઇ બેન્કથી ફૂલછાબ ચોક
- ગેલેક્સી ૧૨ માળ બિલ્ડિંગથી સર્કિટ હાઉસ સુધીનો આકાશવાણી મેઈન રોડ
- સદર બજાર પોલીસ ચોકીથી એસ.કે.વેલ્ડીંગ તેમજ ખોડિયાર હોટેલ તરફ આવતાં રસ્તાઓ
- કાશી વિશ્વનાથ મેઈન રોડ તરફથી પ્ર.નગર પોલીસ સ્ટેશન મેઈન રોડ તરફ આવતા તમામ રસ્તાઓ
- એસ.કે.વેલ્ડીંગથી પ્ર.નગર પોલીસ સ્ટેશનથી ધરમ સિનેમા (આર.વર્લ્ડ)થી ચાણક્ય બિલ્ડિંગ-ઈંઈઈંઈઈં બેન્ક સુધીનો રસ્તો
આટલા રસ્તા ખુલ્લા રહેશે
- જામનગર રોડ તરફથી આવતા વાહનો ધરમ સિનેમાથી ચૌધરી હાઈસ્કૂલ તરફથી ભાવેશ મેડિકલ, જ્યુબિલી ચોક તરફ તેમજ સદર બજાર ચોક તરફ
- જઈ શકાશે
- જ્યુબેલી તેમજ સદર બજાર ચોકથી જામટાવર તરફ જતા વાહનો ચૌધરી હાઈસ્કૂલથી ધરમ સિનેમા થઈને જઈ શકશે
- સદર બજારથી ફૂલછાબ ચોક તરફ જવા માંગતા વાહનો સદર બજાર પોલીસ ચોકીથી ડાબી બાજુ (ડૉ.ભપલના દવાખાનાવાળી શેરી)માંથી જઈ શકશે