ટ્રાફિક સમસ્યા માટે વાહનચાલકોની માનસિકતા પણ એટલી જ જવાબદાર
- ભણેલા ગણેલા વાહન ચાલકો અભણ જેવો વ્યવહાર કરે છે: બિનજરૂરી હોર્ન વગાડી કેટલાક લોકો ત્રાસ ફેલાવે છે
રાજકોટની ટ્રાફિક સમસ્યા માટે જેટલુ તત્ર જવાબદાર છે, જેટલા સાકડા રસ્તા જવાબદાર છે એટલા જ જવાબદાર વાહનચાલકો પણ છે. કાયદા મુજબ કોઈપણ ચોક મા જમણી તરફથી આવતા વાહનો ને રસ્તો આપવાની જોગવાઇ છે.. પરતુ અહીં તો દાદાગીરી રૂપે હુ ચલાવુ તે મારો રસ્તો સમજીને ધરાર પોતાની રીતે વાહન ચલાવી ને નીકળી જવુ એ જ મોટી સમસ્યા છે… અને આ સમસ્યા નો કોઇ વિરોધ પણ નથી કરતુ અને ટ્રાફિક કટ્રોલરૉ ની નજર સમક્ષ આવુ થતુ હૉવા છતા આખ આડા કાન કરવામા આવે છે..સરકાર તરફથી સખત કાયદાઓ દાખલ કરવામા આવે તો આનુ નિવારણ અવશ્ય થઈ શકે.
રાજકોટ જેવા આધુનિક શહેરમા રહેતા ભણેલ ગણેલ માણસો પણ અભણ જેવો વ્યવહાર કરે છે.. જરૂરિયાત વગર હોર્ન વગાડવુ.. ટ્રાફિક નિયમો નો ભગ કરવો.. જે ખરેખર એક સમસ્યા અને ત્રાસ બની ગયેલ છે..
આપણે જ્યારે કોઇ વાહન અને ખાસ કરીને ટુ વ્હીલર કે થ્રિ વ્હીલર લઇને જતા હોઇએ ત્યારે આ બીનજરૂરી હોર્ન સાભળી ને ત્રાસ થાય છે.. ખાસ કરીને ઉંમરલાયક પુરુષો અને મહિલાઓ ને તો માથાનૉ દુ:ખાવો જ લાગે છે… અને તેમા પણ જ્યારે અન્ડર બ્રીજ મા થી પસાર થઈએ ત્યારે તો આવા બીનજરૂરી હોર્ન વગાડનાર તત્વો ખુબજ મોટી સમસ્યા પેદા કરે છે… અને જાણે કે કોઇ બહાદુરી નુ કાર્ય કર્યું હોય તેમ આનદ પણ અનુભવે છે…
આપણી બાજુમા થી કોઇ પસાર થાય ત્યારે આગળ રસ્તો સાવ ખાલી હોય તો પણ હોર્ન વગાડવાનુ સતત ચાલુ જ રહે છે.. જાણે કે હોર્ન વગાડવુ એ એમનો જન્મ સીધ્ધ હક્ક હોય..
શા માટે તેઓ પોતાના બુઝુર્ગો કે આધેડ ઉંમરના સગાવહાલા ઓ ને નજર સમક્ષ રાખી અને બીજા લોકોનો વિચાર નહીં કરતા હોય…
તાજેતરના સમયમા વિશ્વભરના શહેરી વિસ્તારોમા જીવનની ગુણવત્તાને અસર કરતી મુખ્ય પરિસ્થીતી મા ની એક અવાજ નુ પ્રદુષણ છે. તદુરસ્ત વાતાવરણ બનાવવા માટે અસરકારક અને ઉપચારાત્મક પગલાની જરૂરિયાતો અતિશય અનિવાર્ય છે.
રાજકોટે શહેરીકરણ મા ખૂબ જ ઝડપી વૃદ્ધિ કરી છે . જેના પરિણામે પરિવહનની માગમા વધારો થયો છે અને અતે તેના કારણે ધ્વનિ પ્રદૂષણના દરમા વધારો થયો છે.
શુ આ સમસ્યાનો અત ન આવી શકે…?
બીજી સમસ્યા ટ્રાફીક સિગ્નલ ના ભગ ની છે.. પોતાની તરફનુ સિગ્નલ બધ થઇ ગયેલ હોય. બીજી તરફથી ટ્રાફિક ચાલુ પણ થઇ ગયૉ હોય તૉ પણ જાણે કે આ રસ્તાના પોતે માલિક હોય તેમ ગમે ત્યારે ગમે તે જગ્યાએ સિગ્નલ તૉડીને ક્રોસ કરવુ સાવ સામાન્ય થઇ પડ્યુ છે… જેમા નાના – મોટા બધાજ વાહનો નો સમાવેશ થાય છે.. આ પરિસ્થીતીઓ ને કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થઈ જાય છે.. જેનો ઉકેલ લાવવામા ઘણો સમય નીકળી જાય છે..
સાચી હકીકત એ છે કે ઘણાનુ એમ માનવુ છે કે બીજા બધા નુ ગમે તે થાય અમને પહેલા જવા દયો, અમારો રસ્તો બધ છે કે ખુલ્લો તે જોવાનુ આપણુ કામ નથી. બસ જલદી નીકળી જવાનુ છે અમારે, જે કોઈ સિગ્નલ પર થોભે છે, તે નવરા છે. આવી માનસીકતા મા ટ્રાફિક નિયમોનુ પાલન ક્યાથી થાય…?
શેરી મા થી આજુબાજુ જોયા વગર કે કોઇ જાત નુ ધ્યાન રાખ્યા વગર રસ્તા ઉપર આવી જવાનુ તો સાવ સામાન્ય છે. વાહન ચાલક જાણતૉ હોય કે આમા જો અકસ્માત થશે તો પોતાને પણ ઘાયલ થવાની અથવા જીવ ગુમાવવાની પુરી શક્યતા છે. છતા પણ એ બાબત નૉ લગીરે વિચાર નથી કરવામા આવતૉ અને તેમા પણ જો રસ્તા ઉપર જનાર વાહનચાલક થૉડા ઉંચા અવાજે બોલે તો સો ટકા ઝઘડો થઇ જાય… પોતાની ભુલ કબુલ કરી ને માફી તો કેમ મગાય…? આમા નાના વાહન થી માડીને મૉટા વાહન ચાલકો પણ આમ જ વર્તન કરે છે..
છાશવારે ગભીર અકસ્માતો થતા જ રહે છે અને પુષ્કળ લોકો ગભીર રીતે ઘાયલ થાય છે અથવા જીવ ગુમાવે છે..
રોંગ વે મા બીનધાસ્ત હોર્ન વગાડતા વગાડતા વાહન ચલાવી સામે આવનારને ચેતવવો કે ધ્યાન રાખ હુ આવુ છુ.. ટ્રીપલ કે ચાર સવારી મા બેદરકારી ભર્યું ડ્રાઇવિગ કરવુ… અતિશય ઝડપે વાહન ચલાવી પોતાનો રોફ બતાવવો એ બધી રોજીદી અને સામાન્ય ઘટનાઓ થઈ ચુકી છે..
આ ઉપરાત નાના ટેમ્પો કે જેઓ માલ ટ્રાન્સફર કરવાનુ કામ કરે છે તેમના ટેમ્પોમા જે મશીન ચડાવવામા આવે છે તે એટલો બધૉ અવાજ કરે છે કે જ્યારે તે બાજુ મા થી પસાર થાય ત્યારે બે વ્યકિત સામાન્ય વાતચીત પણ ન કરી શકે.. આ એક સહન ન થઈ શકે તેવી સમસ્યા છે..
એક સમસ્યા આ પણ છે કે કાન ઉપર ખભા થી મોબાઇલ દબાવી અથવા એક હાથે મોબાઇલ પકડી અને વાત કરતા કરતા વાહન ચલાવતા યુવાનો ને તેના સભવિત ગભીર પરિણામ નો લગીરે ખ્યાલ રહેતો નથી હોતો.
તેઓનુ ધ્યાન મોબાઇલ મા હોવાથી અને એક જ હાથે વાહન ચલાવતા હોવાથી રસ્તા ઉપર ધ્યાન સપૂર્ણ પણે કેંદ્રીત ન જ થઈ શકે.. જેમા તેઓ પોતાનો જીવ તો જોખમ મા મુકે જ છે પરતુ સામે બીજા નિર્દોષ લોકો નો જીવ પણ જોખમ મા મુકે છે…
વાહન ચલાવનાર ને કાયદા નો તૉ જરા પણ ડર નથી લાગતો.. આટલા બધા ટ્રાફિક મા દરરોજ ના કેટલા બધા અકસ્માત થાય છે.. પરતુ આ માટે આપણે પૉતે જ શુ જવાબદાર નથી..?
સરકાર દ્વારા આ બાબતે ગભીર પણે કાયદાઓ લાગુ કરવામા આવે તો જ આ સમસ્યા નો હલ આવી શકે…
- સકલન: વિપીન એચ.મહેતા, રાજકોટ