રાજકોટની બજારો ફટાકડાથી ઉભરાઇ
રાજકોટની બજારમાં રૂા.૫૦થી લઇને ૨૫ હજાર સુધીનાં ફટાકડા ઉપલબ્ધ
ટે્રડીશ્નલ ઉપરાંત ઇકોફ્રેન્ડલી અને ગ્રીન ફટાકડાનું ધૂમ વેચાણ
રાજકોટવાસીઓમા દિવાળીના તહેવારને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીમા નાના બાળકોથી લઈ મોટા લોકો સુધી સૌ કોઈ ફટાકડા ફોડી દિવાળીના તહેવારની મોજ મસ્તી સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે દિવાળીને લઈને કપડા,બુટ-ચપલ સહિતની બજારમો ખરીદીનો માહોલ જામ્યો છે અને વેપારીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી રહી છે.
તો બીજી તરફ શહેરમા અનેક જગ્યાએ ફટાકડાના સ્ટોલ પર ફટાકડાની ખરીદી કરવા બાળકો સાથે લોકોની ભારે ભીડ જોવા મળી છે. આ વર્ષે શહેરમા દિવાળીના તહેવારોને લઈ ને શેરી-ગલીએ ફટાકડાના સ્ટોલ ઉભા કરવામા આવ્યા છે. જ્યારે આ વર્ષે ફટાકડામા અનેક અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે.
વોઇસ ઓફ ડેની વાતચીતમા ફટાકડાના વેપારીઓએ જણાવ્યુ હતુ કે ગત વર્ષ કરતા આ વર્ષે ૧૦થી ૧૫ ટકાનો ફટાકડાના ભાવમા વધારો થયો છે અને આ વર્ષે બાળકોને પ્રિય એવા ઓલ ટાઈમ ફેવરિટ ફટાકડા જેવા કે સભુ,ચકકડી,ફુલજર સહિતના ફટાકડાની માગ રહી છે અને યુવાવર્ગ ને પ્રિય ફટાકડા જેવા કે આતશબાજી, રોકેટ તડાફડી સહિતના ફટાકડાની માગ રહી છે વધુમા વેપારીઓએ જણાવ્યુ હતુ કે, દિવાળીને આડા માત્ર ત્રણ દિવસ રહેતા હોય ત્યારે ખરીદી જોવા મળતી હોય છે. આ વર્ષે ફટાકડાના વેપારીઓ પાસે રૂપિયા ૫૦ થી લઈ ૨૫ હજાર સુધીના ફટાકડાની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત શહેરના સદર બજાર, નુતન નગર રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ સહિતની જગ્યાએ ફટાકડાના સ્ટોલ પર ખરીદીનો માહોલ જામ્યો છે અને દિવાળીની રાત સુધી આ માહોલ રહેશે તેવી વેપારીઓ આશા વ્યકત કરી રહ્યા છે.
ચોકલેટ ચક્કર, સેલિબ્રેશન, રાજુ કાલીયા, ૨૮૮ શોટ, એન્ગ્રીબર્ડ, છોટાભીમ નામના ફટાકડા
આ વર્ષે લોકો ઇકો ફ્રેન્ડલી ફટાકડાની વધુ ખરીદી કરી રહ્યા છે. જેથી આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ફટાકડાનો વિકાસ કરવામા આવ્યો છે, આ ફટાકડાથી પર્યાવરણને નુકસાન થતુ અટકાવી શકાશે તેમજ નાના બાળકો પણ સારી રીતે ફટાકડા ફોડી રહયા છે. આ વખતે બજારોમા ચોકલેટ ચક્કર, સેલિબ્રેશન, રાજુ કાલીયા, ૨૮૮ શોટ, એન્ગ્રીબર્ડ, છોટાભીમ, સ્વસ્તિક વીલ, ટ્રાય કલરના ૨૫, ૫૦ તેમજ૧૦૦ શોટ, બટર ફ્લાય, હોલી ચક્કર, ફોટો ફ્લેશ, હેલિકોપ્ટર, પેન્સિલ શોટ, સહિત અનેક ઇકો ફ્રેન્ડલી ફટાકડાની નવી વેરાઈટી જોવા મળી રહી છે.
આ વર્ષે ગ્રીન ફટાકડાની બોલબાલા છે . ગ્રીન ફટાકડા પર્યાવરણને નુકશાન નથી કરતા અને તેને ખાસ રીતે બનાવવામા આવે છે. આ ઉપરાત આ બનાવટમા હાનીકારક રસાયણો વાપરવામા આવતા નથી અને તેને કારણે જ હવા પ્રદુષણમા નોધપાત્ર ઘટાડો પણ કરે છે. અને તેમા એલ્યુમીનીયમ , બેરેનીયમ ,પોટેશિયમ નાઈટે્રટ, અને કાર્બનનો ઉપયોગ કરવામા આવતો નથી અને આજ કારણથી હવા પ્રદુષણને અટકાવી શકાય છે. કેટલાક વર્ષો પહેલા ગ્રીન ફટાકડા કેટલીક ગણીગાઠી કપનીઓ જ ઉત્પાદન કરતી હતી. પરતુ હવે તેનુ ઉત્પાદન લગભગ દરેક કપનીઓ કરી રહી છે. અને સરકાર માન્ય એટલેકે ફટાકડા વેચાણ માટેની પરવાનગી ધરાવનાર દરેક વેપારીઓ વેચાણ કરી રહ્યા છે. આ ફટાકડા સામાન્ય ફટાકડાની જેમજ માચીસ વડે સળગાવવામા આવે છે અને સુગધ પણ ઉમેરવામા આવે છે. આ ફટાકડા સપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે.