Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ચંદ્ર પ્રેમનો સૌંદર્યનો કવિઓનો ઉનવાદનો જ્યોતિષોનો અને પુરાણોનો

Fri, August 25 2023

ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો

બુધવારે ચંદ્ર ઉપર આપણું ચંદ્રયાન લેન્ડ થયું તે પછી સોશિયલ મીડિયા પર એક જોક ફરતી થઈ,” ઈસરો નો પ્રથમ મેસેજ:કોઈની પત્નીની ચહેરો ચંદ્ર સાથે નથી મળતો”.બોલો લ્યો,ઈસરોએ જાણે આ તપાસ કરવા ચંદ્રયાન ને ધક્કો ખવડાવ્યો હશે.આવી મજાકની હું કડી નિંદા કરું છું.


અરે! ઈર્ષ્યાળુ ચંદ્રદ્રોહી અમાસિયાઓ તમે ક્યારેય પ્રેમ બેમ માં નથી પડ્યા લગતા.તમને શું ખબર હોય? ફિલ્મી ગીતો નથી સાંભળતા લાગતા. ‘ચાંદ સી મહેબૂબા હો મેરી કબ ઐસા મૈને સોચ થા હાં તુમ બિલકુલ વૈસી હો જૈસ મૈને સોચા થા’.દરેક પ્રિતમની પ્રિયતમાઓ અને મહેબૂબાઓ અને સ્વપ્નોમાં સતાવતી રમણીઓ ચંદ્રમુખી જ હોય છે.’ચંદ્રમા સા મુખ થા ઉસકા ચંદ્રમુખી થા નામ ‘ આ ચંદ્રમુખીઓ નૈન કા ચૈન ચૂરાવી જાય છે અને નીંદ હરામ કરી જાય છે એ તમને તો ક્યાંથી ખબર હોય?.અને બીજું એ કે તમે બધા શું રાજકુમાર કરતાં પણ મોટા છો?કાયમ ભારેખમ મોઢું રાખતા રાજકુમાર જેવા રાજકુમાર ચાંદા ની વાત આવે ત્યારે મુલાયમ બની જતા એ ભૂલી ગયા લાગો છો. એમણે પણ પ્રપોઝ કર્યું હતું કે ‘ચલો દિલદાર ચલો,ચાંદ કે પાર ચલો’. અને એક વખત તો ગાડી ચલાવતા ચલાવતા લલકાર્યું હતું કે, ‘ ચાંદ આહે ભરેગા ફૂલ દિલ થામ લેંગે,હુશન કી બાત ચલી તો સબ તેરા નામ લેંગે ‘.રાજકુમાર ને શું ખબર ન્હોતી કે ચાંદની ધરતી ખડા ખબડા વાળી છે? અરે, એમને બધા ને ખબર છે,પણ વીર જવાનો, એ ખાડા તો પ્રિયતમના ગાલ પર પડતાં ખંજન છે.


ખેર, ઘણો ઠપકો આપી દીધો પણ મૂળ વાત એ છે કે ચંદ્રમાં રહેલ ખાડા અને ડાઘાઓએ તો વિશ્વભરની કવિઓને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.કવિઓનો કલ્પના વિહાર માણવા જેવો છે. કવિ કાન્તે લખ્યું હતું,
“આજ મહારાજ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે!
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!
જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહિ સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી.
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
તરલ તરણી સમી સરલ તરતી!
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!”


સાહિત્ય જગતમાં આ કાવ્ય અમર થઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે ભાવનગરના મહારાજા ભાવસિંહજી પૂનમની રાત્રે કવિ કાન્તને લઈ અને ગોપનાથના દરિયે ગયા ત્યારે ઘુઘવતો સમુદ્ર તટ, મંદ મંદ વહેતો પરિમલ અને ચાંદની વેરતા ચંદ્રમાને નિહાળીને તેમણે એ અલ્હાદને કાવ્ય સ્વરૂપ આપવા વિનંતી કરી હતી અને તે પછી કવિરાજે આ કાવ્ય રચ્યું હતું.


કવિઓએ ચંદ્ર ઉપર લાખો કાવ્યો લખ્યા છે.ક્યારેક તો આપણને એમ થાય કે ચાંદો ન હોત તો કવિઓ કરેત શું? દરેક કવિની કલ્પનાનો ચાંદ અલગ અલગ છે.વાદળીઓ વચ્ચે ઝપકી મારતા ચાંદ માટે કવિ નીનુ મજમુદારે કહ્યું હતું,” ભમતી’તી આછી વાદળીઓ, કંઈ ધ્યેય વિના અહીંયાં તહીઁયાં;ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી” કવિ કલાપીએ લખ્યું હતું,”ઢળતી તો ઢળતી જ થશે,રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે; હજુ દિવસ છે, ફૂલડાં લઈ લે,ફરી લે,રમી લે,હસી લે તું સખે!”
ચંદ્ર ના ખાડાની નિંદા કરનારાઓએ ઉમાશંકર જોશીનું આ કાવ્ય તો ખાસ વાચવું અને પછી સમય કાઢીને આભમાંથી રેલાતી ચાંદનીમાં પ્રિયતમાનો હાથ હાથમાં લઈને આ ગીત ગાવું.


“ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !
વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !
અને આપણા ગુલઝાર સાહેબે લખ્યું છે,”સીલી હવા છૂ ગઈ, સીલા બદન છિલ ગયા, ગીલી નદી કે પરે ગીલા સા ચાંદ ખીલ ગયા.” ચાંદ સૌંદર્યનો,પ્રેમનો,રોમાન્સનો ગ્રહ છે.અને કેમ ન હોય? આપણા આ ચાંદામામા પોતે પણ જબરા રોમેન્ટિક હતા.ચંદ્રબાબુ ને દેવોના ગુરુ બ્રહસ્પતિના ધર્મપત્ની તારા સાથે પ્રેમ થઈ ગયો હતો. એ પ્રેમ પ્રકરણને કારણે દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. તારા અને ચંદ્રના લગ્નેતર સંબંધોના પ્રતાપે બુધનો જન્મ થયો હતો.ચંદ્રએ દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા.ચંદ્રની એ પત્નીઓ નક્ષત્ર તરીકે ઓળખાય છે. આ 27 પત્નીઓમાં ચંદ્રબાબુને રોહિણી ઉપર વિશેષ પ્રેમ હતો અને પરિણામે બાકીની પત્નીઓ રોહિણીની ઈર્ષ્યા કરતી હતી. આ અન્યાય અને પક્ષપાત સામે એ પુત્રીઓએ પિતાને ફરિયાદ કરી તે પછી દક્ષ મહારાજે શ્રાપ આપતા ચંદ્ર ક્ષીણ થવા લાગ્યો હતો. અંતે ચંદ્રએ પ્રભાસના તીરે આવી અને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. ભોળીયા શિવજીએ અડધો શ્રાપ નાબૂદ કર્યો અને ત્યારથી ચંદ્રની બીજથી પૂનમ અને પૂનમ થી અમાસ સુધીની ચડતી ઘટતી કળા શરૂ થઈ. આપણા શાસ્ત્રોમાં ચંદ્ર વિષે અનેક કથાઓ છે. શ્રીમદભાગવત અનુસાર ચંદ્ર મહર્ષિ અત્રિ અને અનસૂયાનો પુત્ર છે. સમુદ્રમંથન દરમિયાન ઉત્પન્ન થયો હોવાના નાતે ચંદ્ર લક્ષ્મી અને કુબેરનો ભાઈ પણ કહેવાય છે. શંકર ભગવાને એને પોતાની જટામાં ધારણ કર્યો છે. ભગવાન રામ ચંદ્રવંશી હતા એટલે જ તેમનું નામ રામચંદ્ર છે.જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રનું અનોખું મહત્વ છે. ચંદ્રને લાગણી અને સંવેદનાનો ગ્રહ માનવામાં આવે છે.ચંદ્રનું સ્થાન માતા સમાન છે. જન્મકુંડળીમાં ચંદ્રના સ્થાન ઉપરથી માણસની સંવેદનશીલતા અને માનસિક સ્થિતિ નક્કી થાય છે. ચંદ્રને સોમ પણ કહેવામાં આવે છે.વેદમાં દર્શાવવામાં આવેલા પીણાં સોમરસની ચંદ્ર ગંગોત્રી છે.


હથા યોગમાં બે પ્રકારની શક્તિઓ દર્શાવવામાં આવી છે જેને ચંદ્ર અને સુર્ય સાથે સબંધ છે. હથા શબ્દમાં હ એટલે સુર્ય અને થા એટલે ચંદ્ર એવો અર્થ છે.સુર્ય સળગતી અને આક્રમક શકિત અર્પે છે જ્યારે ચંદ્ર શીતલતા અને નવયૌવન આપતી શક્તિનો દાતા છે.ચંદ્ર આપણી કલ્પનાઓમાં અભિન્ન વણાયો છે.બાળપણમાં મુગ્ધ બનીને,’ચાંદો સૂરજ રમતા’તા’ અને ‘તારા ચાંદાને લઇ આવો,તારા રૂપા ગેડી લઈ આવો..’ એવા એવા ગીતો ગાઈને આપણે મોટા થયા છીએ.આ રૂપેરી ચાંદની વરસાવતો ચંદ્ર ભારતે સર કર્યો છે.ખાડા ખબડાં વાળો ભલે હોય,ચંદ્ર હવે આપણો છે.

માનવી ઉપર ચંદ્રની અસર

પૃથ્વી અને પૃથ્વી ઉપરની જીવ સૃષ્ટિ ઉપર ચંદ્રની અસર અંગે દાયકાઓ થી સંશોધનો ચાલે છે. એ તો ખૂબ જાણીતું છે કે પૂનમની રાત્રે સમુદ્રમાં સૌથી વધારે ભરતી આવે છે. દરિયો ઉન્માદી બને છે.મોજાઓ ગાંડાતૂર બનીને કિનારો ભીંજવતા રહે છે. એ પણ સાબિત થયું છે કે ચંદ્રને મન અને મગજ સાથે કંઈક તો નિસ્બત છે જ. દુનિયાભરના મનોવૈજ્ઞાનિકો માને છે કે પૂનમની રાત્રે પૃથ્વી ઉપર પાગલોની સંખ્યા સૌથી વધારે હોય છે. પાગલોને એટલે જ ઇંગ્લિશમાં લુનાટીક અને હિન્દીમાં ચાંદ મારા કહેવામાં આવે છે. ઓશો એ તેમના જ્યોતિષ એક અદ્વૈત વિજ્ઞાન નામના પુસ્તકમાં ચંદ્રની અસર અંગે એક દ્રષ્ટાંત આપ્યું છે. કેટલીક માછલીઓ ચંદ્રની ઘટતી કળામાં દરિયામાં ઓટ આવે ત્યારે જ સમુદ્ર કિનારે ઈંડા આપે છે.એ માછલીઓને ભરતી ઓટ ની કેમ ખબર પડતી હશે તે રહસ્યનો વિષય હતો.તેની તપાસ માટે આ માછલીઓને અંધકાર ભર્યા ઓરડાના એક્વેરિયમ માં રાખવામાં આવી હતી જેમાં ભરતી કે ઓટની કોઈ સંભાવના નહોતી. આમ છતાં એ માછલીઓએ ચંદ્રની ઘટતી કળાએ ઓટના સમયે જ એકબેરિયમમાં ઈંડા મૂક્યા. માછલીઓને ચંદ્ર તરફથી સંવેદના મળતી હતી એવું સાબિત થયું. જો ચંદ્રને કારણે સૂર્યમાં ભરતી ઓટ આવતી હોય અને માછલીઓ પણ પ્રભાવિત થતી હોય તો મનુષ્ય પણ પ્રભાવિત થતા જ હશે એવો તર્ક છે.

Share Article

Other Articles

Previous

ગુનેગારો માટે કઠોર ગણાતા મહિલા આઇપીએસ અધિકારી એક સારા કવિયત્રી પણ છે

Next

સોમનાથ-જબલપુર એક્સપ્રેસ 25 ઓગસ્ટ સુધી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
પાકિસ્તાન આઈએમએફ પાસેથી વારંવાર કરજ લઈને આતંકવાદ પાછળ વાપરે છે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાકને ઉઘાડું પાડ્યું
30 મિનિટutes પહેલા
આયર્લેન્ડમાં ભારતીય પર ગંભીર હુમલો, ચાર દિવસમાં ચાર ભારતીય નાગરિકો પર થયા હુમલા
31 મિનિટutes પહેલા
વડાપ્રધાન મોદી બ્રિટન અને માલદીવ્સની 4 દિવસની યાત્રા માટે રવાના, બ્રિટન સાથે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કરશે
31 મિનિટutes પહેલા
BCCI પણ હવે સરકારના દાયરા હેઠળ આવશે, આજે સંસદમાં રજૂ થશે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ
32 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

આખી રાત ઝીરો વૉટનું બલ્બ બાળો તો તમે એમ માનો છો કે બિલ ઓછું આવશે ?
ટ્રેન્ડિંગ
6 મહિના પહેલા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ તપાસ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
ભારત અને અમેરિકા વચ્ચે થશે વેપાર કરાર : બંને દેશના વિદેશ મંત્રીઓએ ટેલીફોનિક વાતચીત કરી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ઈઝરાયેલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામનો ઠરાવ પસાર
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર