લોકમેળામાં મોટી દુર્ધટના બનતા સ્હેજમાં અટકી
ગેરકાયદેસર રીતે ગ્રાઉન્ડમાં ઘૂસેલા પોપકોર્ન મશીનમાંઆગથી નાસભાગ
રાજકોટના રસરંગ લોકમેળામાં લાખો લોકોની મેદની વચ્ચે લોકમેળામાં એક મોટી દુર્ધના બનતા સ્હેજમાં અટકી હતી. રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રીતે મજૂરી વગર ઉભેલા પોપકોર્ન મશીનમાં આગ લગતા મેળામાં થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી. આગ લાગ્યાની ઘટના બાદ મેળાના સુરક્ષા કર્મચારી દ્વારા આગ પર કાબુ મેળવીલેવામાં આવ્યોહતો. જો સમયસર આગ ઉપર કાબૂ આવ્યો ન હોત અને આગે ઉગ્ર સ્વરૂપ ઘારણ કર્યું હોત અને જો મેળામાં નાસભાગ મચી હોત તો મોટી દુર્ધટના સર્જાઇ હોત.
રાજકોટના રસરંગલોકોમેળામાં દરરોજ લાખો લોકો મેળાની મોજ માણવા આવે છે. તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ બાબતોએ તંત્ર દ્વારા સબ સલામત ની વાતો વામણી પુરવાર થઈ હતી. બે દિવસ પૂર્વે મેળામાં ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલા પાથરણા વાળા અને રકડી વાળાના ત્રાસથી કંટાળી સ્ટોલ ધારકોએ આ મામલે મેળાના કલેકટર તંત્રના કંટ્રોલ રૂમ ખાતે જઈ રજૂઆત પણ કરી હતી છતાં કોઈ કાર્યવાહી નહિ થતાં મોટી દુર્ધટના બનતા અટતી હતી.
રેસકોર્સ ગ્રાઉન્ડમાં લોકમેળમા ગેરકાયદેસર ઘૂસેલા પોપકોર્નવહેચતા એક ફેરિયાના પોપકોર્નના મશીનમાં શોર્ટ સર્કિટના કારણેઆગ લાગી હતી. આગ લાગ્યાની ઘટનાથી મેળો માણતા લોકોમાં થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી. આગના લબકારા ઊચે સુધી દેખાતા હતા. મેળામાં આગ લાગ્યાની જાણ સાથેથોડીવાર માટે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે મેળાના સુરક્ષા કર્મીઓ દ્વારાઆગને કાબુમાં લેવામાં આવી હતી. ઘટના ઘટી તે સમયે તો મેળામાં આગ લાગ્યાના સ્થળે ભાગાભાગી સર્જાઈ હતીજો આગ વઘુ પ્રસરી હોત તો મેળામાં મોટી દુર્ધટના સર્જાઇ હોત.