આઈ.ટી.ની ટીમ પહોંચી પણ આંગડિયા પેઢી બંધ હતી, અધિકારીઓ દિવસભર બેઠાં રહ્યા…!!
હિંમતનગરમાં દરોડા દરમ્યાન આખો દિવસ પેઢી ખુલી નહીં, અધિકારીઓની ધીરજ ખૂટી નહિ:છેક સાંજે ચાવી હાથે લાગતાં પછી તપાસ શરૂ થઈ
અમદાવાદમાં રાધે ગ્રુપ પર પડેલા દરોડાનો દોર તેમની સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયિક એકમો સુધી લંબાયો છે. મોરબીમાં વેવાઈને ત્યાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન પૂર્વ સાંસદ મોહનભાઈની એન્ટ્રી પણ થઈ હતી.દરોડાનાં ત્રણ દિવસ બાદ પણ હજુ સુધી ઇન્કમટેક્સની ટીમે કોઈ સત્તાવાર માહિતીઓ જાહેર કરી નથી તો બીજી બાજુ હિંમતનગરમાં પારસ કોર્પોરેશન નામની આંગડિયા પેઢી પર જ્યારે આવકવેરાના અધિકારીઓ સર્ચ માટે પહોંચ્યા ત્યારે પેઢી ખુલ્લી ન હતી.
જોકે વહેલી સવારે આંગડિયા પેઢી ખુલતી હોતી નથી પણ જ્યારે અધિકારીઓ બેઠી ખુલે તેની રાહ જોઈને બેસી રહ્યા હતા પરંતુ સવારે 11 વાગ્યે પણ આંગડિયા પેઢી ખુલી ન હતી. આંગડિયા પેઢીના સંચાલકોને જાણ થઈ ગઈ હોય કે કેમ..?
તેમ છતાં અધિકારીઓ અને તેમની સાથે સર્ચમાં જોડાયેલી ટીમ પેઢીની બહાર ચોકી પહેરો કરીને બેઠી હોય તેમ કલાકો સુધી બેઠી રહી હતી અને સંચાલકોની રાહ જોઈ રહ્યા હતા.
સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર આ સમયે એક ગ્રાહક સાડા ત્રણ લાખ રૂપિયાની રોકડ લઈને આંગડિયું કરવા તે આઈ.ટીની રદારમાં આવી ગયો હતો. બાદમાં ટીમે તેની ઉલટ તપાસ શરૂ કરી હતી.
બાદમાં મોડી સાંજે આંગડિયા પેઢી સાથે સંકળાયેલ એક મહિલા ચાવી લઈને આવતા આંગડિયાની ઓફિસ ખોલવામાં આવી હતી અને સાંજે તપાસ શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી, મહેસાણા, અમદાવાદ સહિત 35 સ્થળોએ આવકવેરા વિભાગની તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે.