રાજકોટમાં 20 અને 35 વર્ષના બે યુવાનોના હદય બંધ પડી ગયા
કોરોના બાદ હવે હાર્ટ એટેકના કેસમાં સતત વધારાથી લોકોમાં ચિંતા
રાજ્યમાં કોરોના બાદ હવે હાર્ટ એટેકના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એમાં પણ મોટાભાગના હાર્ટ એટેકના બનાવો યુવાનોમાં જોવા મળી રહ્યાં છે. કોરોના બાદ હાર્ટ એટેકના કેસ વધતા મોટાભાગના લોકોનું એવુ માનવુ છે કે કોરોનાની વેક્સીન લીધા બાદ ગુજરાતમાં હાર્ટે એટેકના કેસ વધ્યાં છે. ત્યારે સમગ્ર મામલે હવે સરકાર પર ચિંતામાં મુકાઈ છેત્યારે રાજકોટમાં નાની ઉમરમાં હાર્ટ એટેકના વધુ બે બનાવમાં વીસ વર્ષ અનેપાંત્રીસ વર્ષના બે યુવાનના હૃદય બંધ પડી જવાથી મૃત્યુથયા છે.
રૂખડીયાપરામાં રેલ્વે ફાટક પાસે રહેતો સુરેશભાઇ મગનભાઇલોરીયા (ઉ.વ.૩૫)ઘરે હતો ત્યારે છાતીમાં દુઃખાવો થતાં બેભાનથયો હતો અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરતું તેનું મોત થયું હતું મૃતક સુરેશભાઇ બે ભાઇ અને એકબહેનમાં વચેટ હતો. તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બીજા બનાવમાં આજીડેમ નજીક મીરા ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં કામ કરતો અનેત્યાંની ઓરડીમાં જ રહેતો ગુરૂપ્રસાદ શિવકુમાર ગોડીયા (ઉ.વ.૨૦) કામકરતી વખતે બેભાન થયો હતો અને તેને સિવિલ હોસ્પિટલમાંખસેડાયો હતોપરતું તેનું સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું . મૃત્યુ પામનાર યુવાન નેપાળથીત્રણેક મહિના પહેલા જ મજૂરી કરવા આવ્યો હતો. તે બે ભાઇ અને એક બહેનમાંનાનો તથા અપરિણીત હતો.