બાબરી મસ્જિદ ઉપર પહેલો હથોડો પડ્યો ને મારા રૂંવાડા ઉભા થઇ ગયા!!
કેન્સરગ્રસ્ત માતાએ `કારસેવા’ની પરવાનગી આપી ને લગ્નને એક વર્ષ થયું હોવા છતાં અતુલ રાવલ રાજકોટથી નીકળ્યા હતા: વિવાદાસ્પદ બાંધકામનું બીજું ગુંબજ તૂટ્યું ત્યાં સુધી આંખનો પલકારો ન્હોતો માર્યો!
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ભારત જ નહીં બલ્કે આખી દુનિયામાં અત્યારે આ મહોત્સવને લઈને રામભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ વાત તો સૌ કોઈ જાણે છે કે રામમંદિરનું નિર્માણ કાર્ય અત્યંત કપરી સ્થિતિ વચ્ચેથી પસાર થઈને સંપન્ન થવા જઈ રહ્યું છે ત્યારે આ મંદિરના નિર્માણ પાછળ હજારો લોકોની જહેમત છે જેમાં નામી-અનામી લોકો સામેલ થયા છે. આવા જ એક કારસેવક અતુલભાઈ રાવલ કે જેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે ૪૫ વર્ષથી જોડાયેલા છે તેમને અયોધ્યા જઈને કારસેવા' કરવાની તક મળી હતી. હવે મંદિર નિર્માણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે
વોઈસ ઓફ ડે’ના પેઈઝ ગેસ્ટ તરીકે તેઓ એ સમયનો માહોલ સહિતની બાબતે પ્રકાશ પાડી રહ્યા છે.
અતુલભાઈ રાવલ પોતાની વાતની શરૂઆત જ એ શબ્દોથી કરી રહ્યા છે કે “બાબરી મસ્જિદ પર પહેલો હથોડો પડ્યો’ને મારા રૂંવાડા ઉભા થઈ ગયા…!!’ તેમણે કહ્યું કે ૬ ડિસેમ્બર-૧૯૯૨નો દિવસ જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરફથી રાજકોટ, જામનગર, મોરબી સહિતના શહેરોમાંથી કારસેવકોને અયોધ્યા જવાનું કહેણ મળ્યું. આ મેસેજ મળતાં જ ૨૫૦થી વધુ સ્વયંસેવકોની `ફૌજ’ ટે્રન મારફતે અયોધ્યા જવા રવાના થઈ…ત્યાં પહોંચીને અમારા બીજું કંઈ જ નહીં બલ્કે બે દિવસ રોકાઈને વિવાદાસ્પદ જગ્યાનું બાંધકામ તૂટે એટલે તેની સાફ-સફાઈ કરવાની હતી.
રાજકોટથી એ સમયે રાજકોટથી અતુલ રાવલ, પી.વી.દોશી (પપ્પાજી), ડો.પી.પી.દોશી, એડવોકેટ ગીરીશભાઈ ભટ્ટ, પરેશભાઈ ઠાકર સહિતના વિવાદાસ્પદ જગ્યાની સફાઈ માટે પહોંચ્યા હતા. અમારા માટે આ એક મોટો અવસર હોય ક્ષણભરનો વિલંબ કર્યા વગર રવાના થઈ ગયા હતા. ત્યાં પહોંચ્યાં ત્યારે બાંધકામ તોડવાનું શરૂ ન્હોતું થયું…અમારા પહોંચ્યા બાદ વિવાદાસ્પદ જગ્યા પરથી ગુંબજ તોડવાનું કામ શરૂ થયું જે જોઈને અમારા રૂંવાડા ઉભા થઈ ગયા હતા. એક તબક્કે પ્રથમ ગુંબજ તૂટ્યા બાદ બીજું ગુંબજ તૂટ્યું ત્યાં સુધી અમારામાંથી કોઈએ આંખનો પલકારો માર્યો ન્હોતો !! ત્યારબાદ જેમ જેમ બાંધકામ તૂટતું ગયું તેમ તેમ અમે તેની સફાઈ કરતા ગયા હતા. જો કે ત્યાં સુધી કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન્હોતો અને અમારું કામ સુચારુંરૂપે ચાલી રહ્યું હતું. અતુલભાઈ રાવલ આગળ જણાવે છે કે જ્યારે અયોધ્યા જવાનું થયું ત્યારે તેમના માતા કેન્સરગ્રસ્ત હોવાથી પરિવાર ચિંતીત હતો પરંતુ ખુદ માતાએ જ કારસેવાની પરવાનગી આપતા તેમણે જવા માટે તૈયારી શરૂ કરી દીધી હતી. આશ્ચર્યજનક રીતે એ સમયે અતુલભાઈના લગ્નને પણ એક જ વર્ષ પૂર્ણ થયું હતું છતાં તેમણે તેની પરવા કરી ન્હોતી…
૪૦ વર્ષથી જ્યાં ઈબાદત' જ નથી થઇ તેને મસ્જિદ કેવી રીતે કહેવી? અતુલભાઈ રાવલ ભારપૂર્વક જણાવે છે કે વિવાદાસ્પદ જગ્યા ઉપર બાબરી મસ્જિદ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ હું સ્પષ્ટ કહીશ કે ૪૦ વર્ષથી ત્યાં કોઈ જ પ્રકારની
ઈબાદત’ મતલબ કે નમાઝ પઢવા સહિતની કોઈ જ પ્રાર્થના કરવામાં આવી નથી તો પછી તેને મસ્જિદ કહેવી કઈ રીતે ?
એ દિવસે અડવાણી-સિંઘલ-સાધ્વી ઋતંભરા-ઉમા ભારતીએ શું કહ્યું હતું?
અતુલભાઈ રાવલ કહે છે કે જ્યારે આખી ટીમ અયોધ્યા પહોંચી ત્યારે ત્યાં શ્રી લાલકૃષ્ણ અડવાણી, અશોકજી સિંઘલ, સાધ્વી ઋતંભરા, ઉમા ભારતી સહિતના ઉપસ્થિત હતા અને તેમણે શાંતિપૂર્વક જ તમામ પ્રકારની કામગીરી કરવા આદેશ આપ્યો હતો. કોઈએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું ન્હોતું.
૬ ડિસેમ્બર-૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંશ થઈ તે ઘટનાના સાક્ષી-કારસેવક એવા રાજકોટના અતુલ રાવલ બન્યા `વોઇસ ઓફ ડે’ના પેઇજ ગેસ્ટ
કોણ છે અતુલભાઇ રાવલ?
અતુલભાઈ રાવલ વ્યવસાયે ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને હાલ રૈયા રોડ ઉપર ડી.એલ.સી.પી. નામની કંપનીમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. જો કે તેમને સંઘ સાથે જોડાવાનો વારસો પિતા તરફથી મળ્યો હોય તેમણે તેને જાળવી રાખ્યો છે.
રામ મંદિરનું નિર્માણ એ કોઈની જીત કે હાર નથી
એ સમયે રાજકોટથી અતુલ રાવલ, પી.વી.દોશી (પપ્પાજી), ડો.પી.પી. દોશી, એડવોકેટ ગિરીશ ભટ્ટ, પરેશ ઠાકર સહિતના વિવાદાસ્પદ જગ્યાની સફાઈ માટે ગયા’તા