સ્માર્ટ મીટર માટે વીજ તંત્ર કોઈ જ દબાણ નથી કરતું
રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર માટે હેલ્પલાઇન શરૂ થશે
સ્માર્ટ મીટર મામલે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પીજીવીસીએલના એમડી સાથે કરી ચર્ચા
હાલમાં સ્માર્ટ વીજ મીટરને લઇ ગ્રાહકોના મનમાં અનેક સવાલો ઉદભવી રહ્યા છે ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પીજીવીસીએલના એમડી સાથે સ્માર્ટ મીટર અંગે નાગરિકોના મનમાં ઉઠતા સવાલોને લઇ ચર્ચા વિચારણા કરી ગ્રાહકોના હિતમાં હેલ્પલાઇન શરૂ કરવા સૂચન કરતા વીજતંત્ર દ્વારા તમામ ડિવિઝનમાં એક એક હેલ્પ લાઈન શરૂ કરવા જાહેર કર્યું હતું.
રાજકોટ શહેરમાં વીજ ગ્રાહકોના મનમાં એવી માન્યતા છે કે સ્માર્ટ મીટર મૂકવાથી બિલ વધારે આવે છે.જેથી સ્માર્ટ મીટર સંદર્ભે ગ્રાહકોની અનેક ફરિયાદો રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાને મળતા સાંસદ મોકરિયાએ પીજીવીસીએલના એમડી તથા અધિક્ષક ઇજનેર રાજકોટ સીટી સાથે વાત કરતા તેઓએ સ્પષ્ટતા કરેલી કે જે ગ્રાહકો સોલાર પેનલ ફીટ કરાવે છે. તેમના માટે સ્માર્ટ મીટર નાખવું ફરજિયાત છે. કારણ કે કેન્દ્ર સરકારની.આર.ડી એસ એસ સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજના હેઠળ ફેઈજ-૧ હેઠળ રાજકોટ શહેરનો તેમાં સમાવેશ થયેલ હોવાથી સ્માર્ટ મીટર ફરજિયાત છે. આ સિવાયના કેસમાં સ્માર્ટ મીટર નાખવા માટે કોઈ પણ કસ્ટમરને દબાણ કરવામાં આવતું નથી કે ફરજિયાત નથી. તેવી માહિતી વીજ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હજતી.
સાથે જ સાંસદ રામભાઈ દ્વારા વીજ અધિકારી અને એમડીને એક સૂચન કરેલ કે જી.ઇ.બી દ્વારા ગ્રાહકોને નવું મીટર નાખવું હોય કે ડિજિટલ મીટર બદલવાનું હોય તો તેના માટે ગ્રાહકો પાસે કોઈ માહિતી હોતી નથી તેમને પૂરી માહિતી મળી રહે તે માટે અલગથી એક હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ. આ બાબતે વીજ અધિકારીઓ દ્વારા જણાવેલ કે રાજકોટ શહેરમાં ડિવિઝન વાઇઝ એક-એક હેલ્પલાઇન નંબર રાખવાનું નક્કી થયેલ છે. ઉપરાંત સ્માર્ટ મીટર બાબતે સ્પષ્ટતા કરતાં જણાવેલ છે. કે જે કોઈ ગ્રાહકોને ડિજિટલ મીટર કે સ્માર્ટ મીટર નાખવું હોય તો તેનો કોઈ ચાર્જ નથી તેમ જ ડિજિટલ મીટરની સાથે સ્માર્ટ મીટર પણ ફીટ કરી આપીએ છીએ અને ગ્રાહકોને મહિનો બે મહિના માટે બંને મીટરના રીડિંગ નો અભ્યાસ કરવા જણાવીએ છીએ અને બંને મીટરના રીડિંગમાં કોઈ ફરક આવતો ન હોય અને ગ્રાહકને સંપૂર્ણપણે સંતોષ ત્યારબાદ ડિજિટલ મીટર કાઢી અને સ્માર્ટ મીટર રહેવા દઈએ છીએ જેથી ગ્રાહકને સંપૂર્ણ સંતોષ મળશે અને ગ્રાહકોના મનમાં જે દુવિધા છે. તેનું સમાધાન પણ મળી શકશે.