મધ્યાહન ભોજનના મેનુમાં કલેકટર ફેરફાર કરી શકશે
સ્થાનિક સ્થાનરૂચિ મુજબ ફેરફાર કરવા તેમજ દાળ -કઠોળના વિકલ્પ અને નિર્ણય લેવા સૂચના
રાજકોટ : ગુજરાત સરકારના પીએમ પોષણ કમિશનર દ્વારા સરકારી શાળાના બાળકો માટે ઓગસ્ટ માસથી મેનુમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ સ્થાનિક રુચિ મુજબ મેનુમાં ફેરફાર કરવા અને પોષકતત્વો જળવાઈ રહે તેવા ફેરફાર કરવા જિલ્લા કલેક્ટરને સતા આપવાની સાથે દાળ અને કઠોળના વિકલ્પ અંગે પણ સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગર પીએમ પોષણ યોજના કમિશનર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરને 28 ઓગસ્ટથી મધ્યાહન ભોજન યોજનામાં નવા મેનુ અમલી બન્યા બાદ સ્થાનિક રસ રુચિ મુજબ મેનુમાં ફેરફાર હોય તો જરૂરી પોષક તત્વો જળવાઈ રહે તે મુજબ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બનેલી સ્ટિયરિંગ કમિટીએ નિર્ણય લેવા તેમજ કઠોળ,દાળ કે ચણાની વાનગીમાં કઠોળ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જે કઠોળ ઉપલબ્ધ હોય તે કઠોળનો ઉપયોગ કરી વાનગી બનાવવા અંગે નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.