પાટીદાર સ્નેહમિલનમા સખ્યા જ ન થતા મુખ્યમત્રીએ સ્ટેજ ઉપર આવવાનું ટાળ્યુ
કાર્યક્રમના સ્થળે મુખ્યમત્રી અને મત્રીઓનુ સ્વાગત થયુ પણ કોઈ સ્ટેજ ઉપર ન આવ્યા સરદાર પટેલ સેવાદળના યોગ્ય આયોજનના
અભાવે આવુ થયાની ચર્ચા
આજે મુખ્યમત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટના મહેમાન હતા અને બે કાર્યક્રમમા હાજરી આપવાના હતા પરતુ સરદાર પટેલ સેવાદળ આયોજિત પાટીદારોના સ્નેહમિલનમા યોગ્ય સખ્યા ન થતા અને આયોજનમા કેટલીક ઉણપ જણાતા મુખ્યમત્રી અને અન્ય મત્રીઓએ સ્ટેજ ઉપર આવવાનુ ટાળ્યુ હતુ અને સ્ટેજની પાછળથી હીરાસર એરપોર્ટ તરફ રવાના થઇ ગયા હતા. આ દરમિયાન એસ.પી.જી.ના લાલજીભાઈ પટેલે મુખ્યમત્રીને એક આવેદન પત્ર પણ આપ્યુ હતુ. મુખ્યમત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મત્રીઓ કાલાવડ રોડ ઉપર બી.એ.પી.એસ. મા યોજાયેલા કાર્યક્રમમા હાજરી આપ્યા પછી કુવાડવા રોડ ઉપર કાર્તિક પાર્ટી પ્લોટમા આ સ્નેહમિલનમા પહોચ્યા હતા. આ સ્નેહમિલન પૂર્વે આયોજકોએ મોટી મોટી જાહેરાત કરી હતી કે આ સ્નેહમિલનમા મોટી સખ્યામા લોકો ઉમટી પડશે પરતુ વાસ્તવિક ચિત્ર જુદુ જ સામે આવ્યુ હતુ અને કાર્યક્રમમા નોંધપાત્ર હાજરી થઇ જ ન હતી. સ્ટેજ ઉપર અન્ય આગેવાનો પણ બેસી ગયા હતા. મુખ્યમત્રી અને મત્રીઓ તો પહોચી ગયા હતા અને તેમનુ સ્ટેજની પાછળના ભાગે સ્વાગત પણ કરવામા આવ્યુ હતુ પરતુ કાર્યક્રમમા હાજરી નહીવત છે તેવી જાણ મુખ્યમત્રીને કરવામા આવી હતી. આ પછી મુખ્યમત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મત્રીઓ થોડીવાર માટે રોકાયા હતા પણ ધારણા અનુસાર સખ્યા જ ન થતા અતે ત્યાથી નીકળી જવાનુ નક્કી કર્યું હતુ અને તુરત ત્યાથી હીરાસર એરપોર્ટ અને ત્યાથી અમદાવાદ જવા નીકળી ગયા હતા.