બોગસ દસ્તાવેજ કૌભાંડની ત્રિપુટીએ માંડાડુંગરની જમીન ખેતીમાંથી બિનખેતી થતાં જ નકલી દસ્તાવેજો બનાવ્યા
જમીન માલિક પોલીસ મથકે દોડી આવતા તેમની પાસેથી વિગતો મેળવાઈ: સબ રજીસ્ટ્રાર કચેરીના કોન્ટ્રાકટ બેઝ કર્મચારી જયદિપના રિમાન્ડ પુરા થતાં જેલહવાલે કરાયો: મુખ્ય સૂત્રધારની ઓફિસમાંથી જૂના દસ્તાવેજોના તુટેલા પાના અને મુંબઈની ટિકિટ મળી: બેની શોધખોળ
રાજકોટની રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧ના પૂર્વ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી અને વકિલે હાલના કર્મચારી સાથે મળી જુની મિલ્કતોના બોગસ દસ્તાવેજ બનાવી કરોડોની જમીનો હડપ કરવાનું કૌભાંડ સામે આવતા પોલીસે તપાસ કરીને કચેરીના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી જયદિપ ઝાલા સહીત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો.અને તેને રીમાંદર પર લીધો હતો.બાદમાં તેના ગાઈકલે રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કર્યો હતો.જ્યારે આ કૌભાંડ મામલે માંડાડુંગર પ્લોટના માલિકને પોતની માલિકીની જમીનના બોગસ દસ્તાવેજ થયાની જાણ થતાં તેઓ પોલીસ સમક્ષ આવ્યા હતા.અને નિવેદન નોંધાવ્યો હતું. જ્યારે આ બોગસ દસ્તાવેજ કૌભાંડનું માસ્ટર માઇન્ડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
વિગત મુજબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧ના પૂર્વ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી અને આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હર્ષ સાહેલીયા ઉર્ફે હર્ષ સોની, હાલ નોકરી કરતો કર્મચારી જયદિપ ઝાલા અને એડવોકેટ કિશન ડી. ચાવડાએ રૈયા સર્વે નંબરમાં આવેલી ૩૫૬૩.૭૦ ચોરસવાર બિનખેતી થયેલી જમીન કે જેની અંદાજિત કિંમત રૂ.૧૫ કરોડ થાય છે તેના ૯ જેટલા દસ્તાવેજો બનાવી લીધા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરના રેવન્યૂ સર્વે નં.૬૬ની રૂ.૩૩૫ કરોડની કિંમતની રર એકર ૧૭ ગુંઠા ખેતીની જમીન, મવડીની રૂ.૧૨૦ કરોડની અંદાજિત કિંમતની ૮ એકર ૧૦ ગુંઠા ખેતીની જમીન, માંડા ડુંગરની રૂ.૨૧ કરોડની ૩ એકર ૧૫ ગુંઠા ખેતીની જમીન, રૈયાની રૂ.૬૫ કરોડની ૪ એકર ૧૫ ગુંઠા ખેતીની જમીનના પણ આરોપીઓએ બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. તેમજ રાજકોટ શહેરમાં આવેલી બે કિંમતી મિલકત કે જેની કિંમત અંદાજે રૂ.૪ કરોડ થાય છે તેવા બે મકાનોના દસ્તાવેજો પણ બનાવી નાખ્યા હતા. આમ કૌભાંડી ત્રિપુટીએ રૂ.પ૬૦ કરોડથી વધુ મિલકતના બોગસ દસ્તાવેજો બનાવી નાખ્યાની પ્રાથમિક વિગતો સામે આવી હતી.જેથી આ મામલે પ્ર.નગર પોલીસએ તમામ સામે ગુનો નોંધ્યો હતો.અને જયદિપ ઝાલા ની ધરપકડ કરી હતી.ઘટના સામે આવતા જ માસ્ટર માઇન્ડ અને વકીલ ભાગી ગયા હતા.જેથી જયદિપ ઝાલાને ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.પરંતુ તેના રિમાન્ડ દરમ્યાન પોલીસને કોઈ વધારાની કડી મળી ન હતી.અને ગઇકાલે તેના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
જ્યારે બીજી બાજુ માંડા ડુંગરની ૧૯૭૦ પહેલાની ખેતીની જમીન એક વર્ષ પહેલા જમીન માલિક પ્રતિપાલસિંહ ચુડાસમાએ બીનખેતી કરાવી હતી. આ મિલ્કતમાં પણ કૌભાંડીઓએ બોગસ દસ્તાવેજો કરી નાખ્યાનું ખુલતાં જમીન માલિક પ્રતિપાલસિંહ ચુડાસમાએ પ્ર.નગર પોલીસ મથકે દોડી આવ્યા હતા.અને પીઆઇ પિયુષ ડોબરીયાએ તેમની પાસેથી તમામ વિગતો મેળવી તપાસ આગળ ધપાવી છે.પોલીસ સૂત્રોમાંથી માહિતી મળી હતી કે, કૌભાંડના માસ્ટર માઇન્ડ હર્ષ સોનીની બિલખા પ્લાઝામાં આવેલ ભાડે રાખેલા ફલેટમાં પોલીસે દરોડો પડ્યો હતો.ત્યારે પોલીસને મુંબઇની ફલાઇટની ટીકીટો અને જુના દસ્તાવેજના તુટેલા પાના પણ મળી આવ્યા હતા.હાલ તો પોલીસ ફરાર મુખ્ય સૂત્રધાર હર્ષ સોની અને વકીલ કિશન ચાવડાની શોધખોળ કરી રહી છે.