બ્લાઈન્ડ સ્પોટ’ શીતલ પાર્ક મેઈન રોડ પરઅજવાળા’ થશે
ટ્રાફિક પોલીસના ટોઈંગ સ્ટેશન પછીના રસ્તા પર સ્ટ્રીટ લાઈટ જ ન હોવાથી લૂંટ સહિતના બનાવો બનવાની સેવાઈ રહી હતી ભીતિ: કમલમ્ પણ આ જ રસ્તે આવેલું હોય પઅંધારાથ કેમ પોસાય?
રાજકોટમાં દિવસેને દિવસે ચોરી-લૂંટની ઘટનાઓ બની રહી છે ત્યારે આવી જ ઘટનાઓને અંજામ આપવા માટે ગુનેગારો બ્લાઈન્ડ સ્પોટ' મતલબ કે જ્યાં અંધારું હોય તેવા વિસ્તારને સૌથી પહેલાં પસંદ કરતા હોય છે.
આવો જ એક વિસ્તાર જામનગર રોડને લાગુ શીતલ પાર્ક મેઈન રોડ છે. મોચીનગર વિસ્તારમાં આવતાં શીતલ પાર્ક ઉપર ઘણી બધી સોસાયટી આવેલી છે. આ ઉપરાંત શહેર ભાજપનું કાર્યાલય
કમલમ્’ પણ અહીં જ આવેલું છે પરંતુ અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ મુકવામાં આવી ન હોય રાત્રીના સમયે અહીંથી નીકળવામાં લોકો રીતસરના ડરી રહ્યા હતા. જો કે આખરે મહાપાલિકા દ્વારા આ વિસ્તારમાં લાઈટિંગ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દેવાતા હવે ટૂંક સમયમાં જ કામ શરૂ થઈ જશે. આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવી હતી જે પ્રમાણે વોર્ડ નં.૨ કે જે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને શાસક પક્ષના દંડક મનિષ રાડિયાનો વોર્ડ છે ત્યાંના શીતલ પાર્ક મેઈન રોડ તેમજ વોર્ડ નં.૩ના એઈમ્સ રોડ પર સેન્ટર લાઈટિંગ કરવાનું કામ ૭૩,૬૧,૮૨૫ રૂપિયામાં આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જૂનું એરપોર્ટ કાર્યરત હોવાથી અહીં લાઈટિંગ કરી શકાતું ન્હોતું પરંતુ હવે એરપોર્ટ ન હોવાથી આ કામ થઈ શકશે. ખાસ કરીને ટ્રાફિક પોલીસના ટોઈંગ સ્ટેશનથી આગળ જવાનો રસ્તો એકદમ અંધારિયો હોય લોકો અહીંથી પસાર થવામાં ફફડાટ અનુભવી રહ્યા હતા.