હાય ગરમી… રાજકેાટમાં સતત બીજા દિવસે તાપમાન 38 ડિગ્રી
સવારથી જ અસહ્ય ગરમી અનુભવાતા લેાકેા ગરમીથી ત્રસ્ત : રાત્રે પણ અનુભવાતેા બફારેા
રાજકેાટ સહિત રાજ્યમાં ઉનાળાની શરૂઆત હવે થઈ ગઈ છે. રાજ્યના કેટલાક શહેરેામાં તાપમાનનેા 38 ડિગ્રી પહોંચી ગયેા છે. રાજકેાટમાં પણ સેામવારે સતત બીજા દિવસે તાપમાનનેા પારેા 38 ડિગ્રીએ રહેતા શહેરીજનેાએ કાળઝાળ ગરમી અનુભવી હતી.
માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં ગરમીએ જોર પકડયું છે અને હવે રાત્રે પણ વાતાવરણમાં ગરમી અનુભવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી રાજકેાટમાં મહતમ તાપમાનનેા પારેા 38 ડિગ્રીએ રહેવા પામ્યેા છે. હેાળી પહેલા જ લેાકેા કાળઝાળ ગરમી અનુભવી રહ્યા છે. મહત્વનું છે કે, બપેારના સમયે અંગ દઝાડતી ગરમીથી લેાકેા અકળાઈ ઉઠયા છે. સેામવારે પણ રાજકેાટમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવા પામ્યું હતું.
ગરમીથી બચવા લેાકેા જુદા-જુદા નુસખા અપનાવી રહ્યા છે. લેાકેા ગરમીથી બચવા લીંબુ સેાડા, સરબતનેા સહારેા લઈ રહ્યા છે. તેા બીજી તરફ બપેારના સમયે કામ અર્થે નીકળતા લેાકેા ટેાપી, ચશ્મા પહેરી અને મેાઢે રૂમાલ બાંધીને નીકળતા નજરે પડે છે.
ઉનાળેા હવે પેાતાનેા રંગ જમાવી રહ્યેા છે. રાત્રિના સમયે પણ ધીમા પગલે ઠંડી દૂર થઈ છે અને ઉકળાટ અનુભવાઈ રહ્યેા છે. સવારે 10 વાગ્યાથી જ આકરી ગરમી અનુભવાય છે. હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી મુજબ રાજકેાટ સહિત રાજ્યના કેટલાક શહેરેામાં તાપમાનનેા પારેા ઉચકાયેા છે ત્યારે આગામી દિવસેામાં હજુ પણ ગરમી વધે તેમ લાગી રહ્યું છે.