રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડ : અગ્નિને સાક્ષી માનીને લગ્નના ફેરા ફરે તે પહેલાં જ કપલ આગમાં હોમાયું
રાજકોટમાં ગઈકાલે ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં શહેરના નાના મોવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોન માં આગ લાગતા 32 લોકોના મોતના મોત નીપજ્યા છે આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનોની ગુમાવ્યા છે. અનેક પરિવારના સભ્યોની તો હાલ ભાળ મળી નથી ત્યારે ગઈકાલના બનાવમાં અમેરિકાથી આવેલા એક કપલ એ પણ જીવ ગુમાવ્યો છે
મળતી વિગતો અનુસાર રાજકોટના નાના મોવા રોડ પર જે ગેમ ઝોન ચાલતું હતું તેમાં આગ લાગતા અનેક લોકોના આગમાં બળી જવાથી મોત નીપજ્યા છે.જેમાં અમેરિકાથી આવેલા એક કપલનો પણ સમાવેશ થાય છે. જેમાં 30 લોકો લાપતા થયા છે.
લગ્ન થાય તે પહેલા જ કપલ ગેમઝોનની આગમાં હોમાયુ
રાજકોટમાં રહેતા 24 વર્ષીય અક્ષય ઢોલરિયાએ 20 વર્ષીય ખ્યાતિબેન સાવલિયા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. એક અઠવાડિયા પહેલાં જ ધામધૂમથી સગાઈ થઈ હતી. ડિસેમ્બર માસમાં બંનેના ફરી જ્ઞાતિના રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન ગોઠવાયા હતા. અક્ષય કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતો હતો. તેઓ 10 દિવસ પહેલાં જ રાજકોટ આવ્યા હતા. આ દરમિયાન ગઈકાલે બંને TRP ગેમઝોનમાં પહોંચ્યા હતા. બંને ડિસેમ્બર મહિનામાં જ ધામધૂમથી લગ્ન કરવાના હતા અને પોતાનો સંસાર માંડવાના હતા ત્યારે ઈશ્વરને કંઈક બીજું જ મંજૂર હતું અને અગ્નિ ને સાક્ષી માનીને લગ્નના ફેરા ફરે તે પહેલા જ કપલ અગ્નિમાં હોમાઈ ગયું હતું.
ખ્યાતિનાં માતા-પિતાએ DNA સેમ્પલ આપ્યા
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગયેલા ભાવિ દંપતીના ડિસેમ્બર માસમાં લગ્નના તાંતણે બંધાવાના હતા. પરંતુ તે પહેલાં જ બંનેનું મૃત્યુ નીપજ્યું છે. ખ્યાતિનાં માતા-પિતાએ DNA સેમ્પલ આપી દીધાં છે. ત્યારે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ મૃતદેહો સોંપવામાં આવશે.