એલઆરડીના તાલીમના નકલી ઓર્ડર બનાવનાર સૂત્રધારના ઘરે દરોડા
નકલી નિમણૂંક પત્રો ખરીદનાર ઉમેદવારોની ધરપકડનો તખ્તો તૈયાર
રાજકોટના એલઆરડીના નકલી ઓર્ડર પ્રકરણમાં જસદણના શિવરજપુરના પ્રદિપ તેના માસા ભાવેશ અને માસાના ભાઇ બાલા સહિત ત્રણને પકડી લેવાયા બાદ તપાસ દરમિયાન ભાઇ-બહેન સહિત ચારની ધરપકડ કરી છ દિવસના રિમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરી છે બીજી તરફ સૂત્રધાર સાયલાના ઉમાપરના દેવરાજ ઉર્ફ દેવો જગા ગાબુ અને હિતેષ રાણા દુમાણીયાનું નામ ખુલ્યા બાદ બન્નેની શોધખોળ શરૂ કરી છે.
પકડાયેલ સાગર સવશીભાઇ સાકરીયા, તેની બહેન સીમા સવશીભાઇ સાકરીયા, એજન્ટો ધીરૂ ગોવિંદભાઇ ખોરાણી અને રમેશ દેવશીભાઇ ઓળકીયાની પુછતાછમાં આરોપીઓ પાસેથી એક એજન્ટને એક લાખ રૂપિયા ચુકવવાનો વાયદો કર્યો તો જ્યારે પ્રદિપ મકવાણાના માસાના ભાઇને કમિશન પેટે ૫૦ હજાર ચુકવાયાનું બહાર આવ્યું હતું. હિતેષ રાણાભાઈ દુમાદીયા એલઆરડીના નકલી નિમણૂંક પત્રો તૈયાર કરાવી તેને ઉમેદવારની ક્ષમતા મુજબ પૈસા પડાવી વેચતા હતા. આ કૌભાંડમાં અત્યાર સુધીની તપાસમાં એલઆરડીના એકંદરે 28થી 29 બોગસ નિમણૂંક પત્રો તૈયાર કરાયાનું બહાર આવ્યું છે. જેમાંથી 16 નિમણૂંક પત્રો ખરીદનાર ઉમેદવારોની યાદી ક્રાઈમ બ્રાંચને મળી છે. આ તમામ ઉમેદવારો પાસેથી માસ્ટર માઈન્ડ હિતેષ અને દેવરાજે એકંદરે રૂા.૮૦ લાખ ખંખેર્યા હતા. બાકીના 12 કે 13 ઉમેદવારોએ નકલી નિમણૂંક પત્રો ખરીદ્યા હતા કે કેમ તે બાબતે પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી હતી છે.જે પણ ઉમેદવારોએ નકલી નિમણૂંક પત્રો ખરીદ્યા હતા તે તમામ આ કેસમાં આરોપી બનશે. આ ઉપરાંત દલાલોને પણ ક્રાઈમ બ્રાંચ આરોપી બનાવશે. જે જોતા આ કૌભાંડમાં અનેક લોકોની ધરપકડ થાય તેવી શકયતા જોવાઈ રહી છે