40 સ્પામાં સરપ્રાઈઝ ચેકીંગ 17 સંચાલકોની ધરપકડ
સ્પામાં નોકરી કરતી પરપ્રાંતનીય યુવતી અંગે પોલીસને જાણ નહિ કરતાં ગુના નોંધાયા
શહેરમાં સ્પા-મસાજ પાર્લરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિ અટકાવવાએસઓજીની ટીમે શહેરના અલગ અલગ 40 જેટલા સ્પા-મસાજ પાર્લરમાં ચેકિંગ કરી 17 જેટલા સ્પા સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો. ચેકિંગ દરમિયાન સ્પામાં કામ કરતા કર્મચારીઓની સંસ્થા સહીતની માહીતી આપવા જાહેરનામુ હોય તે જાહેર નામાનો ભંગ થતો હોય સરપ્રાઈઝ ચેકીંગમાં પરપ્રાંતિય યુવતી સહીતના કર્મચારી સ્પામાં નોકરી રાખી પોલીસમાં જાણ ન કરનાર 17 સંચાલકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઈ હતી.
જે સ્પા અને મસાજ પાર્લર સંચાલકો સામે ગુનો નોંધાયો તેમ કિસાનપરા ચોકમાં આવેલ ગ્રીન એપલ સ્પાનાં રાહુલ આલા ચાંડપા, ધ ફેધર વેલનેશ સ્પાનાં મહેશ મદનસિંઘ, નાનામવા મેઈનરોડ પર વિરલ સોસાયટીમાં આવેલ ડ્રીમ સ્પાનાં પરેશ બાબુ ચૌહાણ, સમુદ્ર સ્પાનાં જનકાર રનસીંગ કામી, લક્ષ્મીનગર અંડરબ્રિજ સામે દાસી જીવણપરામાં આવેલ ગ્રીન લીફ સ્પાનાં હોજેફા આબીદ વાંકાનેરી, બીગબજાર પાસે આવેલ પ્લેનેટ વેલનેસ સ્પાના ઉર્વીક ચંદ્રેશ ખીલોસીયા, ધ પર્પલ ઓર્ચીડ સ્પાનાં સાગર મણીલાલ શ્રીમાળી, ચંદ્રપાર્ક 2 નાં કોર્નર પર આવેલમાઈલ સ્ટોન સ્પાનાં ભરત હરસુક પાડાની ધરપકડ કરવામાં આવી હતી.