પ્રેમી સાથે વિડીયો કોલમાં ઝગડો થતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસ
ચાલુ વિડીયો કોલે શરીરે કેરોશીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું
વિજય પ્લોટમાં રહેતી સોનલબેન ઉમેશભાઈ અબસળિયા નામની 22 વર્ષીય યુવતીને પરિવારે તેના પ્રેમી સાથે લગ્ન કરવાની ના પડતા સોનલે તેના પ્રેમી સાથે વિડીયો કોલ કરી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આપઘાતનો પ્રયાસ કરનાર સોનલના કાકા વિજયભાઈએ જણાવ્યું કે, સોનલ તેના મોટા ભાઈ ઉમેશભાઈની આગલા ઘરની પુત્રી હોય તે નાનપણથી સાથે રહેતી હતી તેને હાલમાં જ કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો હતો.આઠ માસ પહેલાં સોનલ શેરચેટ મારફતે સોમનાથ પંથકના યુવક સાથે સંપર્કમાં આવી હતી અને તેણીએ પરિવારને યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવતા પરિવારે હા પાડી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત ચાલુ હતી. તે દરમિયાન યુવકના પરિવારજનોએ બન્નેના લગ્નની ના પાડી હતી. જોકે બન્ને વચ્ચે અવાર નવાર મોબાઈલ માં વાતચીત ચાલુ હતી ત્યારે બુધવારે સવારે સોનલ તેના પ્રેમી સાથે વિડીયોકોલમાં વાત કરતી હતી અને બંને વચ્ચે કોઈ વાતચીતમાં અણબનાવ બનતાં ચાલુ વિડીયો કોલમાં સોનલે અગ્નિસ્નાન કરી લીધું હતું.