વિધાર્થિનીઓ એ કોઈ ડર વગર સહજતાથી પરીક્ષા આપવી જોઈએ : હરેશ રાવલ
સરોજિની નાયડુ સ્કૂલમાં બોર્ડ પરીક્ષા વિષયક માર્ગદર્શન સેમિનાર યોજાયો:ડીઈઓ કિરીટસિંહ પરમાર, ડીપીઓ દિક્ષિત પટેલ, પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાંટ, સ્પીકર હરેશભાઈ રાવલ, સિધ્ધરાજસિંહ ઝાલા,રાજકોટ આચાર્ય સંઘ ના હોદેદારોએ આપ્યું માર્ગદર્શન
રાજકોટ :: શહેર ની ખ્યાતનામ સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી -રાજકોટ નાં સંયુક્ત ઉપક્રમે પરીક્ષા વિષયક માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રારંભ માં મહેમાનો નાં હસ્તે દિપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઈઆઈ મુકેશભાઈ ધંધુકિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે 500 થી વધુ ધોરણ 10 અને ધોરણ 12 ના વિધાર્થીઓ ને મોટીવેશનલ સ્પીકર હરેશ રાવલ દ્વારા જીવંત દાખલાઓ સાથે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર, શિક્ષણ જગતના સિધ્ધરાજસિંહ ઝાલા, પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ સહિતના વક્તાઓએ વિધાર્થીઓ ને કોઈ પણ પ્રકારના ડર વગર નિર્ભિક બની પરીક્ષા આપવા માટે અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન ભોજાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે અંત માં આભાર વિધિ સરોજિની નાયડુ શાળાના આચાર્ય ડૉ સોનલ ફળદુ દ્વારા કરવામાં આવી હતી.