ગુરુકુળ મહિલા કોલેજ પોરબંદરની વિદ્યાર્થિનીઓ `વોઇસ ઓફ ડે’ની મુલાકાતે
અભ્યાસક્રમ ઉપરાંત અન્ય ક્ષેત્રોથી પણ વિદ્યાર્થીનીઓ માહિતગાર બને તે માટે વિશેષ સત્ર યોજવાના ગુરુકુળ મહિલા કોલેજ પોરબંદરના અભિગમન ભાગરૂપે એ કોલેજની વિદ્યાર્થીનીઓ કોલેજના ટીચર ડો. સર્મિષ્ઠા બેન પટેલ, ડો. શાંતિબેન મોઢવાડીયા, પ્રો. દિપ્તીબેન સૂચક, ડો. ભાર્ગવ કુમાર ભટ્ટની આગેવાનીમાં ગુરુવારે રાજકોટના દૈનિક અખબાર વોઇસ ઓફ ડે ની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીનીઓએ સમાચાર એકત્ર કરવાથી માંડીને પેજ મેકિગ, લે-આઉટ, પ્રિન્ટિગ તેમજ વિતરણ સુધીની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. એ દરમિયાન અખબારોની ભૂમિકા સમાજ પર અખબારોની અસર, પત્રકારત્વના પાયાના મૂલ્યો વગેરે અંગે પણ નિખાલસ ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે, આ કોલેજ દ્વારા તાજેતરમાં પત્રકારત્વ ઉપર પીઢ પત્રકાર જીતેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ૧૫ દિવસના વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે વોઇસ ઓફ ડેની આ મુલાકાત લેવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ તંત્રી વિભાગ તેમજ પેજ મેઇકિગ વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
