રાજ્યના આરોગ્ય મંત્રી શનિ-રવિ રાજકોટમાં
27મીએ સિવિલની હોસ્પિટલની મુલાકાત બાદ 28મીએ સૌરાષ્ટ્ર યુનિ.પદવીદાન સમારોહમાં હાજરી આપશે
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે 27મીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ આરોગ્ય મંત્રી 29મીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
સૌરાષ્ટ્રના ત્રિદિવસીય પ્રવાસમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભાવનગર, જુનાગઢ , રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે. જેમાં તા. ૨૭ મી ના રોજ ભાવનગર ખાતે વડાપ્રધાનના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે.અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ભાવનગર હોસ્પિટલમાં ચાલી રહેલ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના નિર્માણ કાર્યના વિવિધ પ્રોજેક્ટની સમગ્રતયા સમીક્ષા કરશે.
તા. ૨૮ ડિસેમ્બરના રોજ જુનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ , સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરશે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્રની વિવિધ હોસ્પિટલની મુલાકાત લઇને ત્યાની પરિસ્થિતિ, મુખ્ય જરૂરિયાતો, આગામી ડેવલપમેન્ટ પ્લાનની પણ માહિતી મેળવશે. બાદમાં તા. ૨૯ ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ જામનગર ખાતે આયોજીત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્વસ-૨૦૨૪માં પણ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે.