નાનામવા રોડ પર રઘુરાઈ ફૂડ ઝોનમાંથી વાસી સોસ-સીઝનિંગ-બ્રેડ પકડાયા
રૈયા ચોક પાસે `લાપીનોઝ પીત્ઝા’માં ગંદકી મળતાં નોટિસ
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના નાનામવા રોડ પર આવેલા રઘુરાઈ ફૂડ ઝોન પેઢીમાં દરોડો પાડી તપાસ કરવામાં આવતાં ત્યાંથી ૧૪ કિલો વાસી સોસ, સીઝનિંગ, ટોર્ટિલા તેમજ બ્રેડનો જથ્થો પકડાતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ જ રીતે ૧૫૦ ફૂટ રિંગરોડ પર રૈયા ચોક પાસે લાપીનોઝ પીત્ઝામાં ચેકિંગ કરવામાં આવતાં ગંદકી મળી હતી જેથી પેઢીને નોટિસ ફટકારી ચોખ્ખાઈ જાળવવા તાકિદ કરવામાં આવી હતી.

ફૂડ શાખા દ્વારા અમુલ સર્કલથી હ્યુન્ડાઈ શો-રૂમ તેમજ જામનગર રોડ નાગેશ્વર વિસ્તારમાં ખાદ્યવસ્તુનું વેચાણ કરતાં ૩૮ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવતાં ૨૩ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું જ્યારે ૨૩ પ્રકારની ખાણીપીણીની ચકાસણી કરવામાં આવતાં કશી ભેળસેળ જણાઈ ન હોવાનું જાહેર કરાયું હતું.