ધો. ૯ થી ૧૨માં એડમીશન તો ગ્રાન્ટેડ શાળાઓમાં જ…..
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘે હાથ ધર્યું નવું અભિયાન
ગ્રાન્ટેડ શાળાઓને શિસ્ત, સંસ્કાર, સલામતિ, શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીના પંચતત્વના સમન્વય સમાન ગણાવી
અત્યારે વેકેશન અને એડમીશનની મૌસમ ચાલી રહી છે અને દરેક વાલીઓ પોતાના સંતાનને સારામાં સારી સ્કુલમાં એડમીશન અપાવવા માટે દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે. આવામાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘે એક પહેલ કરીને ધો. ૯ થી ૧૨માં ગ્રાન્ટેડ મા.અને ઉ.મા તથા સરકારી મા.શાળાઓમાં વધુને વધુ એડમીશન થાય તે માટે અભિયાન હાથ ધર્યું છે.
આચાર્ય સંઘે આ ગ્રાન્ટેડ શાળાઓને શિસ્ત, સંસ્કાર, સલામતિ, શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીના પંચતત્વના સમન્વય સમાન ગણાવી છે.આચાર્ય સંઘે બાળકના ઉચ્ચ અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે મા. અને ઉ.મા તથા સરકારી મા.શાળાઓમાં એડમીશન મેળવવા માટે અનુરોધ કર્યો છે.
આવી શાળાઓમાં એડમીશન શા માટે તેની ચોખવટ પણ કરવામાં આવી છે. આચાર્ય સંઘે જે દાવો કર્યો છે તે અહી રજુ કરવામાં આવ્યો છે.
-ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા, TAT પાસ તથા અનુભવી શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ કાર્ય.
-દરેક શાળાઓમાં કમ્પ્યુટરની સુવિધા સાથેની અદ્યતન કમ્પ્યુટર લેબ.
-પ્રત્યેક વિધાર્થીઓને EDN યોજના અંતર્ગત મફત પાઠય પુસ્તક યોજનાનો લાભ. -પ્રત્યેક શાળામાં પ્રયોગશાળાની સુવિધા તથા અટલ ટિકરીંગ લેબથી સજ્જ શાળા.
-ડીજીટલ કલાસરૂમ કે જેમાં અદ્યતન સ્માર્ટ બોર્ડ વીથ લેપટોપ દ્વારા આધુનિક ટેકનોલોજી સભર શૈક્ષણિક કાર્ય.
-પ્રત્યેક વિદ્યાર્થીને મફત આરોગ્ય ચકાસણી સુવિધા અંતર્ગત..મફત ચશ્મા – આયર્નની ટેબલેટ – કૃમિનાશક ટેબલેટ સમયાંતરે વિધાર્થી હેલ્થ ચેક અપ તેમજ આરોગ્યની જરૂરી સુવિધાઓનો લાભ…
-વિધાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને ખીલવવા તાલુકા, -જિલ્લા અને રાજ્ય કક્ષાએ આયોજિત કલામહાકુંભ- ચુવક મહોત્સવ, ખેલ મહાકુંભ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન- યોગદિન અંતર્ગત તંદુરસ્ત સ્પર્ધા દ્વારા રોકડ પુરસ્કાર.
-ધો.-૫ માં અભ્યાસ કરતા CET એક્ઝામમાં પસંદ થયેલ બાળકોને ઉત્તમ,નિઃશુલ્ક શિક્ષણની તકો ઉપલબ્ધ.
-વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થી વ્યાવસાયિક નિપૂર્ણતા કેળવી સજ્જ બને છે તેમજ ધો.૧૨ પૂર્ણ થતા ITI સમકક્ષ પ્રમાણપત્ર.
-CGMS મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ અંતર્ગત ધો.૯,૧૦ માં પ્રતિવર્ષ રૂા.૬૦૦૦/- તથા ધો.૧૧,૧૨ માં પ્રતિવર્ષ રૂા.૭૦૦૦/- ની આર્થિક સહાય.
-ધો.૯માં અભ્યાસ કરતી દિકરીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત મફત સાયકલ સહાય.
-નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધો. ૯,૧૦ માં અભ્યાસ કરતી દિકરીઓને વાર્ષિક રૂા.૨૦,૦૦૦ તથા ધો. ૧૧, ૧૨ માં વાર્ષિક રૂા.૩૦,૦૦૦/- ની આર્થિક નાણાકીય સહાય.
-નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધો.૧૧,૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી દીકરા-દીકરીઓને પ્રતિવર્ષ રૂા.૨૫૦૦૦/- આર્થિક સહાય.
-ધો.૮ માં લેવાનાર NMMS પરીક્ષામાં મેરીટમાં આવનાર વિધાર્થીને ધો.૯ થી ૧૨ (ગ્રાન્ટેડ)માં અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.૧૨,૦૦૦/- ની સ્કોલરશીપ (પ્રતિ વર્ષ ૯ થી ૧૨)
-ધો.૧૦માં ૭૦% થી વધુ ગુણ મેળવનાર વિધાર્થીને રૂા.૧૫,૦૦૦/- ની ટયુશન સહાય.
૫ કિ.મી. થી વધુ અંતરે આવતા વિધાર્થીઓને પરિવહનની વાર્ષિક રૂા.૬૦૦૦/- સહાય.
-કન્યા કેળવણી અંતર્ગત કન્યાઓને તમામ પ્રકારની ફી માંથી મુક્તિ.
-સરકાર તરફથી સમાજ કલ્યાણ કચેરી દ્વારા મળતી SC,ST,OBC તેમજ EWS ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ.
-પ્રોત્સાહક યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ નંબર મેળવનાર SC,ST,OBC વિદ્યાર્થીઓને પુરસ્કાર યોજના અંતર્ગત અનુક્રમે રૂા.૬૦૦૦/-, રૂા.૫૦૦૦/-, રૂા.૪૦૦૦/- નો રોકડ પુરસ્કાર.