સર્વિસ રાઇફલમાંથી ફાયરિંગ કરી એસઆરપી જવાનનો આપઘાત
બસપેાર્ટ પાછળ આવેલી ઘર્મશાળામાં બની ઘટના
રાજકેાટમાં દિવાળીના તહેવારેા દરમિયાન એસઆરપી જવાને પેાતાની સર્વિસ રાઇફલમાંથી ફાયરિંગ કરી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પેાલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના બસપેાર્ટ પાછળ આવેલી પટેલ ધર્મશાળામાં રહેતા અને હાલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા મૂળ પંચમહાલના મેાકળ ગામના પ્રવિણસિંહ બાબરભાઈ ચૌહાણ (ઉ.વ.45) ગુરુવારે વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ પેાતાના રૂમમાં હતા ત્યારે પેાતાની સર્વિસ રાઇફલમાંથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધેા હતેા. ફાયરિંગનેા આવાજ આવતા બાજુના રૂમમાં સૂતેલા અન્ય એસઆરપી જવાન દેાડી આવ્યા હતા અને રૂમમાં જોતાં પ્રવિણસિંહ લેાહી લુહાણ હાલતમાં પડેલા હતા. જે અંગે પેાલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પેાલીસનેા કાફલેા ઘટના સ્થળે દેાડી આવ્યેા હતેા અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.