૧૨૦૦ લોકો એકસાથે રમી શકે તેવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે ખુલ્લું મૂકાશે
રાજકોટ: વોર્ડ નં.૧૨ના મવડી વિસ્તારમાં ૧૧૮૩૧ ચોરસમીટર એરિયામાં તૈયાર થયેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ આજે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાશે. આ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં એક સાથે ૧૨૦૦ લોકો અલગ-અલગ રમત રમી શકશે જેમાં ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, સ્કેટિંગ ઉપરાંત ટેબલ ટેનિસ, બેડમિન્ટન, તીરંદાજી, સ્કવોશ, મહિલા-પુરુષો માટે અલગ-અલગ જીમ, યોગા, શૂટિંગ, ચેસ કેરમ સહિતની રમતનો સમાવેશ થાય છે. આ કોમ્પલેક્સને કારણે દોઢ લાખ લોકોને ફાયદો થશે તેવો દાવો તંત્ર દ્વારા કરાયો છે. અનુસંધાન પાના નં.૧૯
અહીં ઓપન ગ્રાઉન્ડમાં પાર્કિંગ ઉપરાંત ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેટિંગ રિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ટેબલ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, આર્ચરી, સ્કવોશ, પ્લે ગ્રાઉન્ડ તો પ્રથમ માળે મહિલા-પુરુષ માટે અલગ-અલગ જીમ, યોગા, શૂટિંગ રેન્જ, ચેસ કેરમ સહિતની રમતો રમી શકાશે.