Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં થોડા થોડા અંતરે અને અર્થ વગરના સ્પીડ બ્રેકર !!

Mon, December 23 2024

રાજકોટમાં સ્પીડ બ્રેકર નિયમ પ્રમાણે નહી, નેતાલોગની ભલામણથી બને છે

વોર્ડ નંબર-૨માં અલકાપુરી શેરી

નંબર-૧ માં એક- બે નહી સાત-સાત સ્પીડ બ્રેકર છે

હમણાં દહેરાદુનમાં અકસ્માતો રોકવા માટે બનાવવામાં આવેલુ સ્પીડ બ્રેકર જ અકસ્માતનું કારણ બન્યુ હતુ અને માત્ર ૧૫ મિનીટમાં જ સાત અકસ્માત થયા હતા, આવી જ રીતે હરિયાણાના ગુડગાંવમાં સ્પીડ બ્રેકર ઉપરથી એક કાર હવામાં ઉડતી જોવા મળી હતી તો મુંબઈમાં એક જગુઆર કાર સ્પીડ બ્રેકરમાં ફસાઈ ગઈ હતી. આ બધી ઘટનાઓ તો મોટા મોટા શહેરોની છે પણ રાજકોટ જેવુ શહેર પણ તેમાંથી બાકાત નથી. રાજકોટનો સિનારિયો તો એવો છે કે અહી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળે સ્પીડ બ્રેકર બનાવડાવી લ્યે છે. એ વાત સાચી છે કે, જ્યાં રસ્તા લાંબા હોય અને વાહનો પુરપાટ જતા હોય ત્યાં ચોકમાં સ્પીડ બ્રેકર હોય તો વાહનની ગતિ ધીમી પડે અને સંભવિત અકસ્માત અટકાવી શકાય છે. પરંતુ રાજકોટમાં શેરી-ગલીઓમાં પણ સ્પીડ બ્રેકર થવા લાગ્યા છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એક શેરી એવી છે કે જ્યાં એક -બે નહી પણ સાત-સાત સ્પીડ બ્રેકર છે.

રૈયા રોડ ઉપર આવેલી અલકાપુરી સોસાયટી શેરી નંબર -૧ માં આ સાત સ્પીડ બ્રેકર આવેલા છે. આ શેરીમાં રહેતા લોકોએ પોતપોતાના ઘર પાસે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી અને મહાપાલિકાના તંત્રએ સ્પીડ બ્રેકરનાં નિયમો જોયા-જાણ્યા વગર બનાવી પણ દીધા છે. આ શેરીમાંથી પસાર થતા વાહનચાલકોને બોટમાં બેસીને દરિયામાંથી પસાર થતા હોય એવો હાલકડોલક અનુભવ થાય છે.

આ શેરી વોર્ડ નંબર-૨માં આવે છે અને આ વોર્ડનું પ્રતિનિધિત્વ ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિગ ચેરમેન જયમીન ઠાકર અને પક્ષના દંડક મનીષ રાડિયા કરે છે. આ નેતાઓએ પણ સ્પીડ બ્રેકર માટે છૂટથી ભલામણ કરી છે અને આ એક જ નહી પણ આખા વોર્ડમાં જ્યાં ને ત્યાં અને સ્પેસીફીકેશન વગરના સ્પીડ બ્રેકર ખડકી દેવામાં આવ્યા છે.

એક અધિકારીએ કહ્યુ કે, રહેણાંક વિસ્તાર, સ્કુલ અને હોસ્પિટલ વિસ્તારમાં બંને કિનારે સ્પીડ બ્રેકર બનાવવાની જોગવાઈ છે. પણ રાજકોટમાં તો જેને જરૂર લાગે ત્યાં સ્પીડ બ્રેકર બનાવડાવી લ્યે છે અને તેમાં રાજકીય આગેવાની ભલામણ કામ કરી જાય છે. આવા નેતાઓને ક્યારેય ફોર વ્હીલની નીચે ઉતરવુ નથી એટલે તેમને સમસ્યાની ઓછી ખબર હોય છે. આ તો એક એકઝામ્પલ છે પરંતુ રાજકોટના ઘણા વિસ્તારોમાંથી આ પ્રકારની ફરિયાદો આવે છે. અહી લોકોને બેઠા બેઠા એમ થાય કે મારા ઘર પાસેથી વાહન વધુ સ્પીડમાં નીકળે છે, અહી સ્પીડ બ્રેકર હોવુ જોઈએ…આ વાત કોર્પોરેટરને કહે અને કહ્યાગરા કોર્પોરેટરો પોતાની વોટબેંક સાચવવા તરત જ સ્પીડ બ્રેકર બનાવડાવી આપે છે. કોર્પોરેટરોને આવા થોડા થોડા અંતરે આવતા અને અર્થવગરના સ્પીડ બ્રેકરથી બીજા વાહનચાલકોને કેટલી સમસ્યા થાય છે તેનું જ્ઞાન જ નથી.

થોડા થોડા અંતરે આવતા સ્પીડ બ્રેકરનો સૌથો મોટો ભોગ ટુ-વ્હીલર ચાલકો બને છે. રાજકોટમાં મહાપાલિકા એપ્રુવ્ડ સ્પીડ બ્રેકરો ઉપરાંત હાથેથી બનાવેલા બમ્પ પણ મોટી સંખ્યામાં છે. આવા સ્પીડ બ્રેકર તો કોઈ પણ કોન્ટ્રાક્ટર બનાવી આપે છે. આવા સ્પીડ બ્રેકર ઉપર કોઈ પ્રકારના પટ્ટા હોતા નથી એટલે કોઈ સ્કુટર ચાલક અચાનક બ્રેક મારે તો પાછળ બેઠેલી વ્યક્તિ ઉપર જોખમ ઉભુ થાય છે અને ઘણા સંજોગોમાં નીચે પડી પણ જાય છે. રાજકોટમાં સ્પીડ બ્રેકર પાસે અકસ્માત થયાને અને તે જીવલેણ સાબિત થયાના બનાવો પણ બન્યા છે.

સ્પીડ બ્રેકરને લીધે જ રોજ ૯ લોકોના મોત

કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યુ હતુ કે, દેશમાં સ્પીડ બ્રેકરને લીધે થઇ રહેલા અકસ્માતોમાં રોજ સરેરાશ ૯ લોકોના જીવ જાય છે અને ૩૦ લોકો ઘાયલ થાય છે. આ મુજબ જોઈએ તો દર વરસે ૧૧૦૪ લોકો સ્પીડ બ્રેકરને લીધે મોતને ભેટે છે અને અંદાજે ૧૧ હજાર લોકો ઘાયલ થાય છે. આ પૈકી મોટાભાગના અકસ્માતો આડેધડ અને નિયમોને નેવે મુકીને બનાવાયેલા સ્પીડ બ્રેકરોને લીધે જ થયા છે. સરકારે સ્વીકાર્યું હતું કે, આ સમસ્યા આખા દેશમાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએકહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યોને સ્પીડ બ્રેકર બનાવવામાં નિયમોનું પાલન કરે તે મુજબ નિર્દેશો આપશે. વધુમાં તેમનું મંત્રાલય એ સુનિશ્ચિત કરશે કે પુરતો વિચાર કર્યા પછી જ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે.

સરકારનાં આદેશોની જ અવહેલના

સ્પીડ બ્રેકર વાહનોની સ્પીડ ઓછી કરવાના હેતુથી બનાવવામાં આવતા હોય છે પરંતુ કેન્દ્ર સરકારે કેટલાક સમય પહેલા નેશનલ હાઈ-વે ઉપર કોઈ સ્પીડ બ્રેકર ન બનાવવા આદેશ આપ્યો હતો. જો કે, સરકારે કહ્યું હતું કે, નેશનલ હાઈ-વે ઉપર જ્યાં અકસ્માતોની સંભાવના હોય છે અથવા મોટી ગોળાઈ હોય ત્યાં રબ્બરની સ્ટ્રીપ બનાવવાની છૂટ છે.

સ્પીડ બ્રેકર કેવા હોવા જોઇએ

  • સ્પીડ બ્રેકરની ઊંચાઈ ૧૦ સેન્ટીમીટર, લંબાઈ ૩.૫ મીટર અને કુલ વિસ્તાર ૧૭
  • મીટર હોવો જોઈએસ્પીડ બ્રેકર આવે તેના ૪૦ મીટર પહેલા ચેતવણીનું બોર્ડ હોવુ જોઈએ
  • આ બોર્ડ ઉપર ૨૦ સે.મી. ઊંચું અને ૬૦ સે.મી. લાંબુ આગળ સ્પીડ બ્રેકર છે તેવું
  • લખેલુ હોવુ જોઈએ.
  • આ બોર્ડ ઉપર ત્રિકોણાકારમાં બ્લેક કલરથી સ્પીડ બ્રેકરનું પેઈન્ટીગ હોવું જોઈએ

Share Article

Other Articles

Previous

UPના પીલીભીતમાં એન્કાઉન્ટર : પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કરનાર 3 ખાલીસ્તાની આતંકીઓને ઠાર માર્યા

Next

Diljit Dosanjh અને AP Dhillon વચ્ચે ચાલી રહેલા વિવાદમાં બાદશાહની એન્ટ્રી, વાંચો પોસ્ટ શેર કરીને શું કહ્યું !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
16 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
16 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
16 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
16 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

ઈદે-મિલાદના ઝુલુસમાં રાતે ૧૦ વગ્યા બાદ પોલીસે ડીજે બંધ કરાવતા તંગદીલી
રાજકોટ
2 વર્ષ પહેલા
અમેરિકાને જવાબ આપવા રશિયા પણ પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારીમાં, પુતીને આપ્યો આદેશ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
સાહેબ લાઈટ ક્યારે આવશે !  ઉત્તરાયણે **PGVCL કન્ટ્રોલરૂમમાં 2500 કોલ
ગુજરાત
1 વર્ષ પહેલા
દેશમાં અત્યાર સુધીમાં કોરોના JN1ના નવા વેરીએન્ટના 63 કેસ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર