નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પ્રદુષણ મામલે કોર્પોરેશનને આકરો દંડ ફટકારાય તેવી અટકળો
RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામા આવેલ અરજી મામલે લેવાશે નિર્ણય
GPCBને એફિડેવિટ ફાઈલ કરવા NGTનો આદેશ: ૧૩મી માર્ચે વધુ સુનાવણી
વોઇસ ઓફ ડે ા રાજકોટ
રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરભરમાંથી નીકળતા કચરાને એકત્ર કરી નાકરાવાડી ગામ નજીક ડમ્પીંગ યાર્ડમા પર્યાવરણને નુકશાન થાય તે રીતે કોઈપણ પ્રોસેસ કર્યા વગર નિકાલ કરવામા આવતો હોય આ મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા એનજીટીને ફરિયાદ કરવામા આવતા આજે આ મામલે જિલ્લા કલેકટર કચેરીમા યોજાયેલ વિડીયો કોન્ફરન્સમા આજદિન સુધી પ્રદુષણ નિયત્રણ બોર્ડ દ્વારા એફિડેવિટ રજૂ કરવામા ન આવ્યુ હોય તાકીદે એફિડેવિટ રાજ્ય કરવા આદેશ કરી એનજીટી દ્વારા આગામી તા.૧૩ માર્ચના રોજ વધુ સુનાવણી યોજવામા આવી છે અને પ્રદુષણ મામલે રાજકોટ મહાનગર પાલિકાને આકરો દડ ફટકારવામા આવે તેવા સકેતો મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરભરમાંથી નીકળતા ઘન કચરાનો શહેરની ભાગોળે નાકરાવાડી ખાતે ૨૦૦ એકર વિસ્તારમા પથરાયેલ ડમ્પિગ યાર્ડમા નિકાલ કરવામા આવી રહ્યો છે. જો કે,પર્યાવરણીય જોગવાઈ મુજબ આ કચરાનો વૌજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે કચરાને સળગાવવાની સાથે ઘન કચરો નિકાલ કરવા પ્રોસેસ કરવામા ન આવતા આ કચરાને કારણે આજુબાજુના પાણીના સ્ત્રોત પણ પ્રદુષિત બની જતા રાજકોટના આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિહ જાડેજાએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં પર્યાવરણને થયેલા વ્યાપક નુકસાન મામલે રીટ કરતા આજરોજ આ મામલે એનજીટી દ્વારા સુનાવણી યોજવામા આવી હતી જેમા મહાનગરપાલિકા બાદ જીપીસીબી એટલે કે ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડ દ્વારા એફિડેવિટ રજૂ કરાયુ ન હોય આગામી તા.૧૩ માર્ચના રોજ વધુ સુનાવણી પૂર્વે એફિડેવિટ ફાઈલ કરવા જીપીસીબીને તાકીદ કરવામા આવી હતી.
ઉલ્લેખનીય છે કે, નાકરાવાડીમા ઘન કચરાનો નિકાલ કરવા માટેનો પ્રોસેસીંગ પ્લાન્ટ વર્ષ ૨૦૧૨થી બધ છે. નાકરવાડીમાં ઠલવાતા કચરાનો કોઈ નિકાલ જ થતો નથી તેના કારણે અત્યારે ડમ્પીંગ યાર્ડમા કચરાનો ઢગલો થઈ ગયો છે. મજાની વાત તો એ છે કે મહાનગર પાલિકાએ માહિતી અધિકારના કાયદા મુજબ નાકરાવાડીમાં ૨૧ લાખ ટન કચરો પડ્યો હોવાનો જવાબ આપ્યો છે જયારે એનજીટીને કરેલા સોગંદનામામાં મહાપાલિકાએ સાતેક લાખ ટન કચરો જ પડ્યો હોવાનુ જણવ્યુ હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે. જો કે અગાઉ મહાપાલિકાએ કચરાનો નિકાલ કરવા હંજર બાયોટેક કપનીને કામ સોંપ્યું હતુ. પરતુ આ એજન્સીએ અધવચ્ચેથી જ કામ છોડી દીધુ હતુ જે બાદ લાબા સમયથી કચરાના પ્રોસેસિગનો પ્લાન્ટ બધ છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૮મા અમદાવાદની કપનીને કામ સોંપવામા આવ્યુ હતુ જે હજૂ પુરૂ થયુ નથી ત્યારે આગામી મુદતે એનજીટી કેવો રૂખ અપનાવે છે તે જોવુ રહ્યુ.