સૌરાષ્ટ્રમાં પ્રોપર્ટી લીઝિંગ માટે “શુભ લીઝિંગ & ઇન્ફ્રા સર્વિસિસ” છે જાણીતું નામ…
૧૨ વર્ષ પહેલા શરૂ કરેલા આ બિઝનેસમાં જીત્યો છે બિલ્ડરો તેમજ ઇન્વેસ્ટરોનો વિશ્વાસ: કમલ દક્ષિણી
છેલ્લા ઘણા વર્ષોમાં નેશનલ-ઇન્ટરનેશનલ બ્રાન્ડના શો રૂમ, ઓફિસ માટે ભાડા પર જગ્યા શોધવામાં મેળવી છે સફળતા
રાજકોટમાં એક સમય હતો કે જ્યારે તમારે લાંબા ગાળા માટે, મોટા શો રૂમ માટે પ્રોપર્ટી ભાડે લેવી હોય તો આમ તેમ ભટકવું પડતું હતું અને અનેક લોકોને મળીને પૂછપરછ કરવી પડતી હતી. પરંતુ હાલ રાજકોટમાં તમારે જો કોઈ શો રૂમ માટે જગ્યા ભાડે એટલે કે લીઝ પર જોઈતી હોય તો તરત મળી જાય. જો કે આ માટે તમારે સંપર્ક કરવો પડે શહેરની શુભ લીઝિંગ એન્ડ ઇન્ફ્રા સર્વિસિસનો.
રાજકોટ દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરના દરેક ઝોનમાં કોઈને કોઈ બિલ્ડિગ બની રહી છે. તો બીજી તરફ ધંધા રોજગાર પણ વધી રહ્યા છે. આ વચ્ચે એક સમય હતો કે તમારે તમારા બિઝનેસ માટે કોઈ જગ્યા લીઝ એટેલે કે ભાડે પટ્ટા પર જોઈતી હોય તો આમ તેમ ભટકવું પડતું હતું. હાલ રાજકોટમાં છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત શુભ લીઝિંગ એન્ડ ઇન્ફ્રા સર્વિસિસ દ્વારા રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં પ્રોપર્ટી લીઝ પર અપાવવાનું કામ કરે છે.
શુભ લીઝિંગ એન્ડ ઇન્ફ્રા સર્વિસિસના કમલભાઈ દક્ષિણીએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પહેલા એક કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતો હતો. ૧૨ વર્ષ પહેલા મારા એક મિત્રને પ્રોપર્ટી લીઝ પર જોઈતી હતી. તે સમયે મે મારા મિત્રને મદદ કરી હતી. એ સમયે અમે રાજકોટમાં ઘણું ફર્યા. બાદમાં મને વિચાર આવ્યો કે રાજકોટમાં પ્રોફેશનલ લીઝિંગ સર્વિસ અને રોકાણ ક્ષેત્રે વિશ્વસનીય અને પ્રોફેશનલ પ્રોપર્ટી ક્નસલ્ટન્ટની જરૂર છે. લીઝિંગ બિઝનેશમાં ઘણી ઓપર્ચ્યુનિટી છે. માટે આ બિઝનેશમાં જોડાવવા માટે ઉત્સાહિત થયો.
રાજકોટ હાલ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે અને દિવસે ને દિવસે પ્રોપર્ટીના ભાવો વધતાં જાય છે. આવા સમયે ક્લાઈન્ટને તેમની ક્ષમતા પ્રમાણે પ્રોપર્ટી લીઝ પર આપવાનું કામ અમે કરી રહ્યા છીએ. રાજકોટમાં અનેક ખ્યાતનામ શો રૂમને અમે લીઝિંગ કરાવ્યા છે. જ્યારે કંપનીઓને વેર હાઉસ પણ ભાડે અપાવ્યા છે. આ બિઝનેસની શરૂઆતમાં મારા માટે પ્રોપર્ટી શોધવી, ઇન્વેસ્ટર, ડેવલોપર્સ, શોધવા, બ્રાન્ડ મળવી ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ ૨ વર્ષની સખત મહેનત બાદ સફળતા મળી છે અને હવે ગુજરાત બહારથી પણ ગ્રાહકો મારી પાસે આવે છે અને તેમના બિઝનેશ માટે જગ્યા લીઝિંગ કરાવવાનું કામ કરી રહ્યો છુ. કમલભાઈ દક્ષિણીને અચિવર્સ ઈન્ડિયા નામની સંસ્થા તરફથી રાઈઝિગ સ્ટાર ઓફ ધી યર રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
કમલભાઈ દક્ષિણીએ વધુમાં કહ્યું હતું કે, આજે શુભ લીઝિંગ એન્ડ ઇન્ફ્રા સર્વિસિસમાં અમારી ખુબજ અનુભવી અને વિશાળ ટીમ છે. જે અમારા ક્લાઈન્ટ માટે સૌરાષ્ટ્રભરમાં યોગ્ય પ્રોપર્ટી શોધવાનું કામ કરે છે. છેલ્લા ૧૨ વર્ષથી કરેલી મહેનતને કારણે અમે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છીએ. હાલ મારી પાસે મુંબઈ, બેંગ્લોર, ગુડગાંવના પણ કોર્પોરેટ કંપનીના ગ્રાહકો છે. અમારી ટીમના અનુભવી સભ્યોથી માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહી પરંતુ બહારના રાજયોમાંથી તેમજ NRI ગ્રાહકોને પણ અમારી સર્વિસ આપવામાં સફળતા મળી છે. ગ્રાહકોને અમારા પર વિશ્વાસ છે અને તેથી જ તેઓ અમારા કહેવા પ્રમાણે ઇન્વેસ્ટ પણ કરે છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હાલ અમે કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ, પ્રિ-લોન્ચિગ અને પ્રોજેક્ટમાં રોકાણ કરાવી આપવામાં સફળ થયા છીએ.
એમણે વધુમાં કહ્યું હતું કે, અમારા ઇન્વેસ્ટરોને કોમર્શિયલ પ્રોજેક્ટમાં ક્યાં રોકાણ કરવું, ક્યારે કરવું અને કેવી રીતે કરવાથી સારું રિટર્ન મળી શકે. એ જ અમારો ઉદ્દેશ્ય છે. આવનારા સમયમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સારી તક છે. રાજકોટમાં હજુ પણ સારી-સારી બ્રાન્ડ આવશે. હાલમાં અમે અનંત ધ વર્ક સ્પેસ, અનંત ધ વર્કસ સ્પેસ-૨, ધ એડલ્ફી તથા બીજા અનેક નામાંકિત કોમર્શિયલ પ્રોજેક્ટમાં અમારી સર્વિસીઝ આપી રહ્યા છીએ. હાલ જણાવતા ખુશી અનુભવીએ છીએ કે રાજકોટના ટૉલેસ્ટ ટાવર તરીકે આવી રહેલા “એકમ ધ અલ્ટીટ્યૂડ” પ્રોજેક્ટ્સનું કામ પણ મળી ગયું છે. રેરા આવ્યા બાદ અમે આ પ્રોજેક્ટ્સનું માર્કેટિગ અને સેલિગ ચાલુ કરીશું.
શુભ લીઝિંગ & ઇન્ફ્રા સર્વિસિસના કાર્યો
રાજકોટમાં પ્રોપર્ટી લીઝિંગ પર આપતી શહેરના કાલાવડ રોડ પર અનંત ધ વર્ક સ્પેસ, ૩૦૬માં આવેલી શુભ લીઝિંગ એન્ડ ઇન્ફ્રા સર્વિસિસ ગ્રાહકોને પ્રિ-લોન્ચ પ્રોજેક્ટમાં ઇનવેસમેન્ટ કરાવે છે, પ્રિ-લીઝ પ્રોપર્ટી અપાવે છે, શો રૂમ સહિત અન્ય કંપનીઓને લાંબા ગાળા માટે લીઝ (ભાડાપટ્ટા) પર પ્રોપર્ટી અપાવે છે. શો રૂમ, વેર હાઉસ, ઑફિસ વગેરે ભાડે અપાવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત સોલ સેલિગ કરે છે. એટલે કે કોઈ બિલ્ડરનો આખો પ્રોજેક્ટ લઈ તેનું વેંચાણ કરે છે. જેમાં શોપ, ફ્લેટનું વેંચાણ, માર્કેટિગ સહિતની કામગીરી કરે છે. તેમની વધુ વિગતો "Kamal Daxini"
ના ફેસબુક અને ઇંસ્ટાગ્રામ પેઈજ ઉપર પણ ઉપલબ્ધ છે.