જેતપુરમાં નગરપાલિકાના પૂર્વ સદસ્યના બે પુત્રો ઉપર સાત શખ્સોનો હુમલો
પ્રદુષિત પાણી અંગે કરેલી અરજીનો ખાર રાખી સરાજાહેર મારમાર્યો
જેતપુરમાં સાડી ધોલાઈ ઘાટના પ્રદુષિત પાણી અંગે કરેલી અરજીનો ખાર રાખી નગરપાલિકાના પૂર્વ સદસ્યના બે પુત્રો ઉપર સાત શખ્સોએ હુમલો કરતાં બન્ને ભાઈઓને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
જેતપુરમાં ભાદરના સામા કાંઠે રહેતાં યોગેશભાઇ સામંતભાઇ સાંજવાએ જેતપુર સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં રબારીકાના વિપુલ હાથી લાલુ, રણજીત ઉર્ફે રાણો દિલું લાલુ , યુવરાજ બસીયા, અશીષ ઉર્ફે ભુરો, મેહુલ બારોટ, સાગર ઉર્ફે બુઘો અને એક અજાણ્યાં શખ્સનું નામ આપ્યું હતું. ગત તા.31/08/2023 ના બનેવી વિજયભાઇની સરદાર ચોકમાં આવેલી પાનની દુકાને કોઇ માથાકુટ કરતા હોવાનું જાણવા મળતા યોગેશ તેના મોટા ભાઇ રામદેવભાઇ સાથે પિતરાઈ નીતીનભાઇ સાંજવા સાથે તેમના બનેવીની દુકાને ગયેલ હતાં. જ્યાં હુમલાખોરો અચાનક ધોકા અને પાઇપ સાથે ઘસી આવીપ્રદુષણ બાબતની તમે અરજીઓ કરો છો તે બંધ કરી દેજોતેમ કહી હુમલો કર્યો હતો બન્ને ભાઈઓને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ જેતપુર બાદમાં જૂનાગઢ ખસેડાયા હતાં. બાદમાં બંનેની તબિયત લથડતાં વધું સારવારમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.યોગેશના ભાઈએ રબારીકા ગામના આરોપીનો પ્રદુષીય પાણી બાબતની અરજીઓ તથા તેના વિડીયો ઉતારશે હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.