સાત માસની બાળકીનું મોત : ચાંદીપુરાની ઝપેટમાં આવી હોવાની શંકા
તરઘડિયાના શ્રમિક પરિવારની દીકરીએ રિપોર્ટ આવે તે પૂર્વ જ દમ તોડ્યો
રાજયમાં ચંદીપુરા વાયરસ નાના નાના ભૂલકાંઓ માટે ઘાતક સાબીત થઈ રહ્યો છે.ત્યારે તરઘડિયાના શ્રમિક પરિવારની ૭ માસની દીકરીનો રિપોર્ટ આવે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.
ગુજરાતમાં ૧૫૧થી વધુ ચાંદીપૂરા વાયરસનાં શંકાસ્પદ કેસો સામે આવ્યા છે.જેમાંથી ૬૫ બાળકોના મોત થઈ ચૂક્યા છે જયારે ૬૧ બાળકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.તેમજ ૨૫ જેટલાં હાલ સારવાર હેઠળ છે. વાત કરવામાં આવે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં તો જુદા જુદા જિલ્લામાંથી અહી ૧૦ બાળકોનો મોત થઈ ચૂકયા છે.અને ૧૨ જેટલાં હાલ સારવાર હેઠળ છે જેમાંથી ત્રણના પોઝિટિવ અને પાંચના નેગેટિવ રિપોર્ટ અવ્યા છે. બે દિવસ પૂર્વ માલિયાસણ પાસે આવેલા તરઘડિયા ગામના શ્રમિક પરિવારની સાત માસની પુત્રીને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી હતી.પરંતુ અહી તેને ચાલુ સારવારમાં દમ તોડી દીધો હતો. અમરેલીના બામણીયા ગામના ખેત મજુર પરિવારના ચાર વર્ષના બાળકને ઝનાના હોસ્પિટલમાં ખસેડતાં તેના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.