સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તા.28થી સાત દિવસનું વેકેશન
દિવાળી તહેવારને અનુલક્ષીને રજા સરભર કરવાની શરતે મીની વેકેશન
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અધ્યાપકો, ભવનના વડાઓ અને કર્મચારીઓ આગામી દિવાળીનો તહેવાર મનભરીને ઉજવી શકે તે હેતુથી રજાઓ સરભર કરવાની શરતે આગામી તા.28 ઓક્ટોબરથી તા.3 નવેમ્બર સુધી સાત દિવસનું મીની વેકેશન જાહેર કર્યું છે, તા.4 નવેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાબેતા મુજબ શરૂ થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા દિવાળી તહેવારને અનુલક્ષીને રજા જાહેર કરવા અંગે પરિપત્ર અમલી બનાવ્યો છે જે અંતર્ગત તા.28 ઓક્ટોબર, 29 ઓક્ટોબર, 30 ઓક્ટોબર અને 1 નવેમ્બર રજા જાહેર કરવામાં આવી છે સાથે જ તા.2 અને 3 ના રોજ જાહેર રજાના દિવસો હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તા.4ના રોજ રાબેતા મુજબ શરૂ થશે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રજાઓ સરભર કરવાની શરત સાથે સળંગ રજાઓ જાહેર કરવામાં આવી છે.