12 અને 16 સપ્ટેમ્બરની ઓખા-નાહરલગુન ટ્રેન રદ
સુબેદારગંજ સ્ટેશન યાર્ડ રિમોડેલિંગ કામને કારણેલેવાયેલ નિર્ણય
ઉત્તર મધ્ય રેલ્વેના પ્રયાગરાજ વિભાગના સુબેદારગંજ રેલ્વે સ્ટેશન યાર્ડ રીમોડેલિંગ કામના સંદર્ભમાં નોન ઇન્ટરલોકીંગ કાર્યના કારણે ઓખા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે. જેમાં 12 સપ્ટેમ્બરની ઓખાથી ચાલતી ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન અને 16 સપ્ટેમ્બરની નાહરલગુન થી ચાલતી ટ્રેન નંબર 09526 નાહરલગુન -ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.
