રાજકોટમાં છ લાખની લોન ભરપાઈ ન કરતા મકાનની જપ્તી
ભગવતીપરા વિસ્તારમાં રાજકોટ સીટી મામલતદારની કાર્યવાહી
રાજકોટ : રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં નાગરિક સહકારી બેન્કમાંથી લોન મેળવ્યા બાદ બાકી નીકળતી રૂપિયા છ લાખની લોન ભરપાઈ નહીં કરવાના કિસ્સામાં રાજકોટ સીટી મામલતદાર કચેરી દ્વારા સિક્યુરાઇઝેશન એક્ટ અન્વયે મકાનનો કબ્જો સંભાળી લઇ નાગરિક બેન્કને સોંપી આપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી ઝાલા નયનાબા શક્તિસિંહ અને ઝાલા જયદીપસિંહ શક્તિસિંહએ લોન લઈ નિયોનુસાર સમયસર હપ્તા નહીં ભરતા બેન્કની લેણી નીકળતી રકમ રૂપિયા 6,07,466 અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત કરવા માટે સિક્યોરાઈઝેશન એક્ટ હેઠળ જિલ્લા કલેકટર સમક્ષ કાર્યવાહી કરવામાં આવતા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મકાન કબ્જે લેવા હુકમ કરતા રાજકોટ સીટી મામલતદાર એસ. જે. ચાવડા અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા રાજકોટ શહેરના ભગવતીપરા શેરી નંબર 20માં આવેલ સીટી સર્વે વોર્ડ નંબર 13,સીટ નંબર 571, સીટી સર્વે નંબર 2092 ની જમીન ચો. મી. 50 ઉપર આવેલ મકાનનો ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ કબ્જો લઈ બેન્કને સોંપી આપવા કાર્યવાહી કરી હતી.