Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સીટ’નો ઓળિયો-ઘોળિયો સાગઠિયા-ખેર ઉપર !!

Tue, July 9 2024

જેનો ડર હતો એ જ થયું…!
અધિકારીઓ-પદાધિકારીઓને ચોખ્ખા-ચણાંક દર્શાવી નાની માછલીઓને જ દોષિત ઠેરવતો રિપોર્ટ તૈયાર કર્યાનો ગણગણાટ

કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ઉંડાણપૂર્વક તપાસ થશે, પીડિતોને ન્યાય મળશે સહિતના દાવાનું સૂરસૂરિયું

સરકારનો કોઈ અધિકારી-કર્મચારી આકા’ના આદેશ વગર કામ કરે જ નહીં તે સૌ કોઈ જાણતું હોવા છતાં કઈ રીતે ક્લિનચીટ' અપાઈ હશે તે સો મણનો સવાલ: હવે હાઈકોર્ટ પર બધોમદાર’

ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ પોલીસ દ્વારા એક પછી એક ધરપકડ શરૂ કરવામાં આવી હતી. જ્યારે આ સિલસિલો ચાલી રહ્યો હતો ત્યારે સરકારના એક બાદ એક મંત્રી એવા બણગા ફૂંકી રહ્યા હતા કે કાંડ સાથે જેમની પણ સંડોવણી ખુલશે તેની સામે આકરી કાર્યવાહી કરાશે અને કોઈ પણ ચમરબંધી હોય તો તેને છોડવામાં આવશે નહીં ! આ બધી વાતો સાંભળીને પીડિતના પરિવારજનો તેમજ શહેરીજનોને એમ કહેતા હતા કે ભગવાન કરે આ દાવો સાચો પડી જાય…મોટા ઉપાડે સરકાર દ્વારા ત્રણ-ત્રણ સીટની રચના કરવામાં આવી હતી જેણે મસમોટો રિપોર્ટ તૈયાર કરીને સરકારને અને સરકારે હાઈકોર્ટને સોંપી દીધો છે. આ બધાની વચ્ચે એવી ચર્ચાએ જોર પકડી લીધું છે કે સીટ' દ્વારા સંપૂર્ણ ઓળિયો-ઘોળિયો એમ.ડી.સાગઠિયા, ઈલેશ ખેર સહિતના ઉપર ઢોળી દેવામાં આવ્યો છે ! આ કાંડ સર્જાયા બાદ સરકાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ડીસીપી સહિતનાની પોસ્ટિંગ આપ્યા વગર જ બદલી કરી નાખવામાં આવી હતી. આ પછી એવી શક્યતા હતી કે ઉપરોક્ત ચાર ઉપરાંત રાજકોટમાં ફરજ બજાવી ગયેલા અને જેમની ગેઈમ ઝોન પર જઈને આનંદ માણ્યાની તસવીરો વાયરલ થઈ હતી તેમને જવાબદાર ગણવાનીહિંમત’ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા કરવામાં આવશે પરંતુ આ આશા અને વાત ઠગારી નિવડી છે અને ક્રાઈમ બ્રાન્ચ, સરકાર રચિત સીટ ઉપરાંત સત્ય શોધક કમિટી દ્વારા અધિકારીઓની કોઈ જ જવાબદારી ફિક્સ કરવામાં ન આવી હોવાનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવ્યો છે.


આ જ રીતે પદાધિકારીને પણ ક્યાંય દોષિત ઠેરવ્યા નહીં હોવાની ચર્ચા રાજકોટથી લઈ અમદાવાદ-ગાંધીનગર સુધી ચાલી રહી છે.
એક વાતનો ઈનકાર કોઈ ન કરી શકે કે સરકારનો કોઈ પણ અધિકારી કે કર્મચારી ઉપર'ના આદેશ વગર કોઈ જ કામગીરી કરી શકતો નથી ત્યારે એમ.ડી.સાગઠિયા, ઈલેશ ખેર, બી.જે.ઠેબા સહિતના અધિકારીઓએ શું પોતાની રીતે બધી કાર્યવાહી કરી હશે ? આ વાત શક્ય જ નથી તે બધું જાણતી હોવા છતાં સીટ દ્વારા શા માટે ક્લિનચીટ આપવામાં આવી હશે ? હવે તો હાઈકોર્ટ ઉપર જ બધોમદાર’ રહેશે કે તે આ રિપોર્ટનો અભ્યાસ બાદ આગળ કેવું વલણ અખત્યાર કરે છે. આ મામલાની આગામી સુનાવણી ૨૫ જૂલાઈએ થવાની છે.

…તો બદલી કરાયેલા અધિકારીઓને પોસ્ટીંગ પણ મળી જશે !
સરકાર દ્વારા તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુ.કમિશનર આનંદ પટેલ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઈની તાત્કાલિક બદલી કરી નખાઈ હતી. જો કે કોઈને પોસ્ટીંગ આપવામાં આવ્યું ન્હોતું ત્યારે હવે `સીટ’ દ્વારા આ બધાને ચોખ્ખા-ચણાંક ગણાવી દેવામાં આવ્યાની વાત છે ત્યારે હાઈકોર્ટમાં સુનાવણી થયા બાદ તમામને પોસ્ટીંગ મળી જશે તે વાતમાં પણ શંકાને કોઈ સ્થાન નથી.

જેના ઈશારે સાગઠિયા નાચ્યા તેણે જ ખેલ' પાડી દીધો જ્યારે સાગઠિયા પાસે ટાઉન પ્લાનિંગ ઑફિસરની જવાબદારી હતી ત્યારે તેના તેવર મ્યુ.કમિશનર કરતા પણ વધુ રહેતા હતા. આ પાછળ તેને મળી રહેલું પીઠબળ જ જવાબદાર હતું. સાગઠિયાને એમ જ હતું કે તેની પાછળ રહેલાઆકા’ઓ તેનો વાળ પણ વાંકો થવા દેશે નહીં પરંતુ હવે જ્યારે માથે પડી છે ત્યારે બધાએ સાગઠિયાને વધેરી' નાખ્યા છે અને પોતાની લાજ બચાવી લીધી છે ત્યારે જેના ઈશારે તે નાચ્યા તેણે જખેલ’ પાડી દીધો હોવાનું સ્પષ્ટ બન્યું છે.

Share Article

Other Articles

Previous

સાગઠિયાને કારણે જ્વેલર્સ ACBના રડાર’માં: સઘન પૂછપરછ

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મહત્વના કાર્યો અટકી શકે છે, ચિંતાઓ થોડી વધી શકે છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ખાવા- પીવાની ચીજોનું વેંચાણ કરતાં વેપારીઓ ચેતજો! ગમે ત્યારે થશે ચકાસણી, ઉત્પાદન અને સ્ટોરેજની સામગ્રી સહિતનો રેકોર્ડ રાખવો પડશે
7 કલાક પહેલા
ROKOના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! મેદાનમાં ફરી દેખાશે રોહિત શર્મા-વિરાટ કોહલીની જોડી: અફઘાનિસ્તાન સીરીઝ માટે શેડ્યૂલ જાહેર
7 કલાક પહેલા
ફ્લેટમાં જબરદસ્તી…સુપરહિટ ફિલ્મ ‘મંજુમ્મેલ બોયઝ’ના ડિરેક્ટર મુશ્કેલીમાં: ચિદમ્બરમ વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ
8 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરાયું: ધાણા, જીરું, ઘઉંની સારી આવક, ધુળેટીની રજાને લઈને વાહનોના થપ્પા લાગ્યા
9 કલાક પહેલા
Categories

નેશનલ

2945 Posts

Related Posts

કોઈએ રિક્ષા ભાડે ન આપી એટેલે રિક્ષાની ચોરી કરી લીધી : તસ્કરની કબૂલાત 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ સૈનિકો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
વકીલોનો ટેબલ વિવાદ
રાજકોટ
2 વર્ષ પહેલા
૨૦ વર્ષ પછી પૃથ્વી સાથે ટકરાયુ સૌર વાવાઝોડું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર