શહેરને ગંદૂ કરતી વધુ બે મિલકત સીલ
આંબેડકરનગરની ખોડલ ડિલક્સ પાન અને પુનિતનગરનું શક્તિ સ્ક્રેપ યુનિટ બંધ કરાવતી મનપા
રાજકોટમાં ગંદકી ફેલાવનારા તત્ત્વો સામે મહાપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે ત્યારે હવે જ્યાં ત્યાં કચરો ફેંકી શહેરને ગંદૂ કરતી મિલકતોને સીલ મારવાનું શરૂ કરાયું છે. આવી વધુ બે મિલકતોને સીલ લાગ્યા છે જેમાં એક પાનની દુકાન અને એક ભંગારનો ડેલો સામેલ છે.
આંબેડકરનગરમાં આવેલી ખોડલ ડિલક્સ નામની પાનની દુકાન અને ૮૦ ફૂટ રોડપર આવેલી શક્તિ સ્ક્રેપ યુનિટને સ્વચ્છતા જાળવવા માટે વારંવાર નોટિસ ફટકારવા છતાં સુધરવાનું નામ લઈ રહ્યા ન હોય આખરે તેને સીલ મારી દેવામાં આવ્યું હતું.