રાજકોટની કંપનીના નકલી ફેસવોશ બનાવી વેચવાનું કૌભાંડ
દિલ્હીની કંપની સામે કોપી રાઇટ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ
રાજકોટમાં સ્કિન કેર અને હેર કેર પ્રોડક્ટ બનાવતી કંપનીના નામે ડુપ્લિકેટ ફેસવોશનું ઓનલાઇન વેચાણ કરનાર દિલ્લીની અબુએરા ટ્રેડિંગ સામે કોપીરાઇટ હેઠળ રાજકોટના અજયભાઇ મેધરાજભાઇ વંજાણીએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
અજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે યુ.બી. સોલ્યુસન્સ પ્રા.લી. નામની કંપનીમાં તે એકઝીકયુટીવ ડાયરેકટરની પોસ્ટ ઉપર નોકરી કરે છે અને કંપનીના માલીક ઇલેશભાઇ ખખ્ખર તથા તેના પત્ની ભાવીનીબેન ખખ્ખરછે.કંપની18 થી વધુ દેશોમાં ઓફીસ ધરાવે છે. કોસ્મેટીક અને બ્યુટી પ્રોડકટસ બનાવટી કંપનીનું એથિલ્લો ફેસવોશ જેનું ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્રારા વેચાણ કરવામાં આવતું હોય છેલ્લા ઘણા દિવસથી ગ્રાહકએથિંગ્સો ફેસવોશમાં ફેરફાર હોવની ફરિયાદ આવતી હોય તપાસ કરતાં ઓનલાઇન એથિગ્લો ફેસવોશના નામે ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચાઈ રહ્યાનું જાણવા મળતા તપાસ કરતાં
અબુએરા નામની કંપની દ્વારા એથિગ્લો ફેસવોશના નામે ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચાણ કરવામાં આવતું હોવાનું અને આ અબુએરાનું સરનામું દિલ્લીનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એથિલ્લો ફેસવોશનો આરોપીઓએ ફરિયાદીના કંપનીના બ્રાન્ચ નેમ અને લોગો ચોરી કરી બનાવટી એથિલ્લો ફેસવોશનું ઉત્પાદન કરી ડુપ્લીકેટ ફેસવોશનું કોપી કરી ગ્રાહકો કંપની સાથે છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.