રાજકોટના બસ સ્ટેન્ડમાંથી સાવરકુંડલાની મહિલાના સોનાના ચેનની ચીલ ઝડપ
રાજકોટના એસટીબસ સ્ટેન્ડમાં સાવરકુંડલામાં જલારામ બાપાના મંદિર પાછળ મારૂતિનામના મકાનમાં રહેતાં શિલ્પાીબેન સુધીરભાઇ માધવાણીના ગળામાંથી રૂા.૭૫ હજારનો સોનાનો ચેઇન ગઠિયો ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શિલ્પાબેન સાતમ-આઠમનો તહેવાર કરવા રાજકોટ ઇન્દિ્રા સર્કલ પાસે સહજ એપાર્ટમેન્ટેમાં રહેતાં પોતાનાબહેન કિર્તીબેન દિલયભાઇ રાજાણીના ઘરે આવ્યા હતા અને બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ નં. ૧૫ ઉપર આવેલી અંજાર-બગદાણા રૂટની બસમાં પરત સાવરકુંડલા જવા નીકળ્યા હતા ત્યારે બસમાં ચડતી વખતે ગિરદીનો લાભ લઈ ગઠિયો શિલ્પાંબેનના ગળા માંથી સોનાનો ચેન ચોરી જતા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી છે.
