અંતે કારમાંથી સાયરન હટાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ સરકારી કાર ઉપર સાયરન લગાવતા વિવાદ છંછેડાયો હતો જેમાં વિવાદ ગાંધીનગર સુધી પહોંચતા અંતે કુલપતિએ સરકારી કાર પરથી સાયરન હટાવી દીધુ છે.

મોટર વ્હીકલ એકટ મુજબ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ પોલીસ વાહનોમા જ સાયરન લગાવી શકાય છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ ઉત્પલ જોશીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી ઈનોવા કાર સાયરન લગાડી દેતા વિવાદ સર્જાયો હતો. આ મામલે રાજય સરકાર અને શિક્ષણમંત્રી સુધી પહોંચ્યા બાદ આરટીઓ દ્વારા પણ નોટિસ-દંડ ફટકારવા તજવીજ શરૂ કરતા જ કુલપતિ ડો. ઉત્પલ જોશીએ સરકારી કારમાંથી સાયરન હટાવી દીધું હોવાનું સામે આવ્યું છે.