સામાકાંઠે પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ ૮૧ શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી
પ્રજાની ત્રણ વાત સાંભળી ચાર દિવસ સુધી શાળા-કોલેજ અને બગીચામાં પોલીસ ટીમ ચેકિંગ માટે નીકળી
પી.આઈ આર.જી.બારોટ અને ટીમનું અસામાજિક તત્વો સામે સર્ચ ઓપરેશન
રાજકોટ પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવની અઘ્યક્ષતામાં બી-ડિવિઝન પોલીસ મથક ખાતે “ત્રણ વાત તમારી ત્રણ અમારી ” કાર્યક્રમમાં આવેલ, જે ત્રણ વાતોનું પોલીસ દ્વારા તેનો સમયસર નિરાકરણ લાવવા બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ આર. જી. બારોટ સહિતના સ્ટાફે પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં ચાર દિવેસ ચેકિંગ કર્યું હતું. જેમાં પેડક રોડ, સંત કબીર રોડ. કુવાડવા રોડ ઉપર અસામાજીક તત્વોની બેઠક-ઉઠક વાળી શંકાસ્પદ જગ્યાઓ ઉપરાંત ૭ બગીચા. ૪૩ શાળા આસપાસ આકસ્મિક ચેકીંગ કરાવી કુલ ૮૧ શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાગ બગીચામાં તેમજ શાળા છુટવાના સમયે કેટલાક અસામાજીક તત્વો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે મા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી અને ડીસીપી ઝોન- ૧ સજ્જનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પી.આઈ આર. જી. બારોટ સાથે પોલીસ મથકના ૪૭ પોલીસ કર્મચારીઓ અને શી-ટીમ, પી.સી.આર. તેમજ ૧૮૧ ની અલગ અલગ ટીમો બનાવી પોકેટ કોપ, બોડીવોર્ન કેમેરા, બ્રેથ એનાલાઇઝર, સુરક્ષા કવચ એપ્લીકેસન, ટ્રાફીક એપ તથા હ્યુમન સોર્સીસની મદદથી આકસ્મીક સર્ચ ઓપરેશન કરવામાં આવેલ જેમાં ચાર દિવસમાં કુલ ૮૧ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
બી-ડિવિઝન પોલીસ ઝીણવટ ભરી માહિતી મેળવી આકસ્મિક ચેકીંગ કર્યું
કામગીરી કરતા પહેલા સમગ્ર બી ડીવીઝન પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં બાગ બગીચાઓ કેટલા અને કયા કયા વિસ્તારમાં આવેલ છે ? તેમજ શાળાઓ કેટલી છે અને શાળાઓ શરૂ થવાનો અને છુટવાનો સમય શું છે ?તેની વિગત લેવામાં આવી અને આવી તમામ જગ્યાઓનું સર્વે કરવામાં આવેલ અને વિગતો મેળવી ચાર દિવસ સુધી સતત ચેકીંગ કરવામાં આવેલ હતુ અને નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટવાળા ૩૩ વાહનો,કાળા કાચવાળા તથા ત્રણ સવારી 27વાહનો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ.૧૨૮૦૦નો દંડ વસુલયો તેમજ નશો કરી વાહન ચલાવનાર બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ ૧૯ શખ્સો સામે સી અટકાયતી પગલા લીધા હતા.
