શાસકો ઇંડા-નોનવેજ વેપારના વિરોધી છતાં ધંધો ચાલે છે કોના `આશીર્વાદ’થી?

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,
શાસક નેતા, દંડક, મ્યુનિ.કમિશનરે ગંભીર' બનવું અત્યંત જરૂરી નહીંતર ઠેર-ઠેર ઉભી થશે
ઈંડાબજાર’-લોકમત: શા માટે મનપાની ફૌજને મેદાને ઉતારવાની તસ્દી લેવાતી નથી?
ક્યારેક પદાધિકારીઓ ઈંડા-નોનવેજની રેંકડીઓ પાસેથી પસાર થાય તો તેમને ખબર પડે કે હાલત કેવી છે ? માત્ર રેંકડી ઉપાડી લેવા પૂરતી નહીં, મંજૂરી વગર ઉભા જ ન રહે તેવી કાર્યવાહી જરૂરી
ઈંડા-નોનવેજ…આ બે શબ્દ સાંભળવા મળે એટલે ૧૦૦માંથી અંદાજે ૮૫ લોકો નાકનું ટીચકું ચડાવી લેશે તેની ૧૦૦% ગેરંટી !! વૉઈસ ઑફ ડે' દ્વારા પ્રજાની લાગણી અને માગણીને માન આપીને ઈંડા-નોનવેજની ગેરકાયદેસર ખડકાઈ ગયેલી રેંકડીઓ-દુકાનો સામે
અવાજ’ ઉઠાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેનો બીજો એપિસોડ આજે પ્રસિદ્ધ થયો છે. સત્તાવાર રીતે જાણવા મળેલી વિગતો પ્રમાણે મહાપાલિકાના એકેય પદાધિકારી શહેરમાં ઈંડા-નોનવેજની લારી-દુકાનને લાયસન્સ ઈશ્યુ થાય તેની તરફેણમાં નથી આમ છતાં શહેરમાં અત્યારે દરેક વિસ્તારમાં આડેધડ રીતે આ ધંધો ગેરકાયદેસર થઈ રહ્યો છે જે કોના આશીર્વાદથી ચાલી રહ્યો હશે તે સવાલ પૂછી લેનારી વાત છે !!
એવું પણ નથી કે રાજકોટમાં ઈંડા-નોનવેજની રેંકડી-દુકાન શરૂ કરવા માટે લાયસન્સ માટે અરજી કરવામાં આવી ન હોય પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે શાસકોની સ્પષ્ટ સુચના (આદેશ જ ગણવો પડે) છે કે શહેરમાં એક પણ ઈંડા-નોનવેજની લારી-દુકાનને લાયસન્સ ઈશ્યુ થવું જોઈએ નહીં. હવે શાસકોની આટલી ગંભીર સુચના હોય એટલે લાગુ શાખા લાયસન્સ મંજૂર કરવાની જ નથી ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે તંત્રએ લાયસન્સ આપ્યું જ નથી તો પછી શા માટે શેરીએ-ગલીએ કે રોડ-રસ્તા પર લારીઓ ઉભી રહેવા દેવામાં આવી રહી છે અને અનેક વિસ્તારોમાં નોનવેજ રેસ્ટોરન્ટ ચાલવા દેવાઈ રહ્યા છે ? જાણવા તો એવું પણ મળ્યું છે કે લાયસન્સ માટે અનેક અરજીઓ આવેલી છે પરંતુ એક પણ મંજૂર કરાયું નથી.
હવે મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડિયા, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આ દિશામાં ગંભીર' બનીને કામ લેવું અત્યંત જરૂરી બની જાય છે નહીંતર શહેરમાં ઠેર-ઠેર
ઈંડાબજાર’ ઉભી થઈ જશે અને ભદ્ર સમાજ દિવસેને દિવસે અહીંથી પસાર થવા માટે સંકુચિતતા અનુભવવા લાગશે એ દિવસો દૂર નથી !! મહાપાલિકા ધારે તો કાર્યવાહી કરવા માટે તેની પાસે ફૌજ છે પરંતુ તેના માટે `દાનત’ની એકદમ આવશ્યક્તા રહેશે તો જ ગેરકાયદેસર ધમધમતું આ દૂષણ ડામી શકાશે.
ક્યારેક પદાધિકારીઓ કે અધિકારીઓ ઈંડા-નોનવેજની રેંકડીઓ પાસેથી પસાર થાય તો તેમને ખબર પડે કે હાલત કેટલી કફોડી થઈ ગઈ છે. હવે તંત્ર તૂટી પડશે તે વાત નક્કી છે પરંતુ માત્ર રેંકડી ઉપાડી લેવાની જગ્યાએ એકપણ ઈંડા-નોનવેજની રેંકડી મંજૂરી વગર ઉભી જ ન રહે તેવી કાર્યવાહી જરૂરી બની જાય છે.
મહાનગરપાલિકાના એક-બે અધિકારીઓની મિલિભગત આ દુષણને આપે છે પ્રોત્સાહન
જીવદયાપ્રેમી મિતલભાઇ ખેતાણીએ વોઇસ ઓફ ડે'ને આ ઝુંબેશ શરૂ કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યુ હતુ કે રાજકોટ મોટાભાગે શાકાહારી શહેર તરીકેની ઓળખ ધરાવે છે ત્યારે કોઇપણ પ્રકારની મંજૂરી કે લાયસન્સ વગર ઠેક ઠેકાણે ઇંડા-નોનવેજની રેકડી-દુકાનો શરૂ થઇ જવી જરા પણ વ્યાજબી નથી. આ દુષણ પાછળ મહાપાલિકાના એક-બે અધિકારીઓની મીલીભગત જ જવાબદાર છે. આગામી સમયમાં જીવદયા પ્રેમીઓ દ્વારા પણ
વોઇસ ઓફ ડે’ સાથે ખભેખભો મીલાવી તંત્રનો કાન આમળવામાં આવશે.
લોકોએ શું ખાવું શું ન ખાવું તે તંત્રએ નક્કી ન કરવું જોઇએ: હાઈકોર્ટના આ નિવેદનનું ખોટું અર્થઘટન થયું’ને સૌ ફાવી ગયા!
થોડા સમય પહેલાં હાઈકોર્ટ સમક્ષ ખાણીપીણીને લઈને એક કેસ આવ્યો હતો જેનો ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે લોકોએ શું ખાવું, શું ન ખાવું તે નક્કી કરવાનો અધિકાર તંત્ર પાસે નથી. બસ, આ ચુકાદો આવતાં જ ઈંડા-નોનવેજના ધંધાર્થીઓએ તેનું ખોટું અર્થઘટન કરીને ધંધો ધમધોકાર કરી દીધો હતો. લોકોની ખાણીપીણીને તમે પસંદ ન કરો એવું હાઈકોર્ટે તંત્રને કહ્યું હતુ…બાકી, ગેરકાયદેસર ખડકાયેલી નોનવેજ-ઈંડાની રેંકડીઓને હટાવવી નહીં તેવું હાઈકોર્ટે ક્યારેય કહ્યું નથી અને કદાચ એ પ્રકારનો ચુકાદો આપશે પણ નહીં તે વાત નિશ્ચિત છે.