દસ્તાવેજ-ભાડાકરાર ન કરાવનાર ૨૩ લાભાર્થીના આવાસ રદ્દ કરતું રૂડા’
કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાછળ ૧૮ અને મોદી સ્કૂલ સામે પાંચ આવાસની ફાળવણી રદ્દ કરાઈ
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા આવાસ યોજનાને લઈને આકરાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઘણો સમય પસાર થઈ ગયો હોવા છતાં મળેલા આવાસનો દસ્તાવેજ કે ભાડાકરાર કરવામાં આવી રહ્યો ન હોય આવા આવાસને રદ્દ કરવાનું શરૂ કરાયું છે. આવા વધુ ૨૩ આવાસની ફાળવણી રદ્દ કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
રૂડા’ દ્વારા કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાછળ ફિલ્ડ માર્શલ વાડી પાસે આવેલી ઓમ હાઉસિંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીમાં ફ્લેટ નં.એ-૧૦૪, એ-૪૦૩, એ-૫૦૫, એ-૬૦૧, બી-૩૦૩, બી-૧૨૦૨, સી-૧૦૨, સી-૧૦૪, સી-૨૦૪, સી-૩૦૩, સી-૪૦૩, સી-૮૦૪, સી-૯૦૫, સી-૧૦૦૫, સી-૧૧૦૫, ડી-૧૦૧, ડી-૧૦૩ અને ડી-૭૦૫ની ફાળવણી રદ્દ કરવામાં આવી હતી. આ આવાસના લાભાર્થીને દસ્તાવેજ-ભાડાકરાર કરવા માટે વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં આખરે તેની ફાળવણી જ રદ્દ કરાઈ હતી.
આ જ રીતે ૧૫૦ ફૂટ રિંગરોડ પર મોદી સ્કૂલ સામે બાલાજી હાઉસિંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીમાં ફ્લેટ નં.એ-૨૦૧, એ-૨૦૨, બી-૧૦૭, બી-૩૦૨ અને સી-૨૦૬ની ફાળવણી રદ્દ કરાઈ હતી. જો આ ફાળવણી રદ્દ કરવા સામે કોઈને વાંધો હોય તો સાત દિવસમાં રૂડા કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું હતું.