રૂડાએ 11 ફ્લેટ ધારકોની ફાળવણી રદ કરી
સંસ્કૃતિ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ આવાસ યોજનામાં રૂડાની કડક કાર્યવાહી
રાજકોટ : રાજકોટના કાલાવડ રોડ ઉપર રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે, રૂડા દ્વારા બનાવેલ ઇડબ્લ્યુએસ -1 પ્રકારના ફ્લેટની ફાળવણીમાં ફ્લેટ ફાળવવામાં આવ્યા બાદ પણ ફ્લેટ ધારકો દ્વારા દસ્તાવેજની નોંધણી કરાવવા દરકાર ન લેતા અંતે રૂડા દ્વારા ફ્લેટની ફાળવણી રદ કરવા નિર્ણય કર્યો હતો.
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્યકારોબારી અધિકારીના જણાવ્યા મુજબ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-I પ્રકારના ટી.પી.૧૭ એફ.પી.૭૩, પરિશ્રમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સંસ્કુતિ પાર્ટી પ્લોટની બાજુમાં, કાલાવડ રોડ, મુંજકા, ખાતે નિર્માણ કરવામાં આવ્યા છે જેમાં 11 ફ્લેટ ધારકોને ફ્લેટની ફાળવણી કર્યા બાદ પણ આવાસ ધારકોએ ફ્લેટનો દસ્તાવેજ-ભાડાકરાર ન કરાવતા રૂડા દ્વારા વારંવાર નોટીસ આપવામાં આવેલ હતી.
જો કે, રૂડાની નોટિસ બાદ પણ ફ્લેટ નંબર A-706, C-702, G-203, G-703, J-406, N-708, C-106, F-604, G-607, I-403 અને M-702ના ફ્લેટ ધારકોએ દસ્તાવેજ – ભાડા કરાર નહીં કરતા આ તમામ ફ્લેટ ધારકોના આવાસની ફાળવણી રદ કરી નાખવાંમાં આવી છે. રૂડાની આ કરાયવાહી સામે વાંધા સૂચનો હોય તો દિવસ સાતમા આવાસ શાખાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.