રૂ. ૪ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીની એક વર્ષની સજા
મિત્ર પાસેથી રૂ ૪ લાખ ઉછીના લઇને આરોપી શૈલેષ આપેલ ચેક રીટર્ન કેસમાં કોર્ટે ૧ વર્ષની સજા તેમજ જો રકમ એક માસમાં નો ચૂકવવામાં આવે તો વધુ છ મહિનાની કેદની સજા ફટકારી હતી.
કેસની ટૂંકી હકીકત મુજબ, શહેરના સંતોષ પાર્કમાં રહેતા શૈલેષ કાંતિભાઈ જોબનપુત્રાએ મિત્ર મયુર્ધવજસિંહ ઝાલા પાસેથી ઉછીના રુ.૪ લાખ લીધા હતા. જે રકમ આરોપી દ્વારા આઠ માસમાં પરત આપી દેશે તેવી ખાતરી આપી બે લાખના બે ચેક ફરિયાદીને આપેલ હતા. આઠ માસ બાદ ફરિયાદીને પોતે આપેલ રકમની જરૂરિયાત પડતા બેંકમાં ચેક જમા કરાવેલ જે ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફરિયાદી દ્વારા કોર્ટમાં રીટર્ન ચેક અંગે ફરિયાદ નોંધાવી હતી.
તેમજ ચાલુ કેસ દરમિયાન આરોપીએ સમાધાન કરાર લખી નોટરાઈઝ કરાવેલ કે, ફરિયાદીને ચૂકવવાના રૂપિયા ત્રણ મહિનામાં પરત કરી આપશે. જે બાદ કેસ ચાલવા પર આવતા ફરિયાદીના વકીલે કરેલ ધારદાર દલીલો તેમજ વડી અદાલતના ચુકાદા રજૂ કરેલા વકીલની તમામ દલીલો અને રજૂઆતોને ધ્યાને લઇ આરોપી શૈલેષ કાંતિભાઈ જોબનપુત્રાને એક વર્ષની સજા ફટકારી હતી. તેમજ લેણી રકમ ફરિયાદીની એક માસમાં નો ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરિયાદી વતી વકીલ પરેશ. એમ. વ્યાસ , મુકેશ ઠક્કર, ડી. ડી. વ્યાસ , નિલેશ સાકરીયા, મુકેશ તન્ના રોકાયેલા હતા.