રાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડીએ રસ્તા પહોળા કરાશે
શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. વાહનોનો સંખ્યા વધતાં રોડ પર ટ્રાફિકજામ થતો જોવા મળે છે.ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પરની ટ્રાફિક સમસ્યાનો નિવારણ લાવવા ટફિક પોલીસ અને આરએમસીના અધિકારીઓ મેદાને આવ્યા છે.અને તેઓએ સ્થળ પર વિઝિટ કરી રોડ પહોળો કરવા ચર્ચા કરવામાં આવી હતી.
માહિતી મુજબ પોલીસ કમશીનરના દ્વારા રાજકોટ ખાતેની ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે આર.એમ.સી. સાથે સંકલન કરી ટુંકા તથા લાંબા ગાળાના આયોજન કરવા સૂચના કરવામાં આવઇ હોવાથી ટ્રાફિકના ડીસીપી પુજા યાદવ થતાં એસીપી જે.બી.ગઢવી તેમજ આર.એમ.સી.ના ડેપ્યુટી કમિશ્નર ખરે તથા હડીયા ગઇકાલના રોજ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સયુંકત વિઝીટ કરવા પહોંચ્યા હતા.અને અહીની ટ્રાફિક તેમજ પાર્કીંગની સમસ્યાનું નિરાકરણ લાવવા ટૂંકા સમયગાળામાં રોડ પહોળો કરવા તેમજ ટ્રાફિક સિગ્નલ વગર જ વાહન પસાર થઇ જાય તે રીતનુ આયોજન કરવા ચર્ચા કરી હતી.