આજેથી પાંચ દિવસ રેવન્યુ તલાટીઓની પૂર્વ સેવા તાલીમની પરીક્ષા
લાંબા સમય બાદ રેવન્યુ તલાટીઓને કાયમી હક્ક મળવાની સાથે પગારભથ્થાં પણ વધશે
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં ફરજ બજાવતા 1819 રેવન્યુ તલાટીઓ માટે આજથી પાંચ દિવસ માટે પૂર્વ સેવા તાલીમની પરીક્ષા યોજવામાં આવી છે, લાંબા સમય બાદ રેવન્યુ તલાટીઓ માટે આ પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે પરીક્ષામાં સફળ થયા બાદ ફિક્સ પે માથી બહાર નીકળવાની સાથે અન્ય કાયમી કર્મચારીઓને મળતા લાભો માટે પણ રેવન્યુ તલાટીઓ હક્કદાર બનશે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સહિત રાજ્યભરમાં ફરજ બજાવતા 1819 રેવન્યુ તલાટીઓ માટે આજથી અમદાવાદના અલગ અલગ 5 કેન્દ્ર ખાતે પૂર્વ સેવા તાલીમની પરીક્ષા યોજાઈ છે, અત્યાર સુધી ફિક્સ પે મા ફરજ બજાવતા રેવન્યુ તલાટીઓ આ પરીક્ષા આપ્યા બાદ ફિક્સ પે માથી બહાર નીકળવાની સાથે અન્ય કાયમી કર્મચારીઓને મળતા લાભો માટે પણ હક્કદાર બનશે, પૂર્વ સેવા તાલીમની પરીક્ષામાં રાજકોટના અંદાજે 70 જેટલા મહેસુલી તલાટીઓ પરીક્ષા આપનાર હોવાનું જાણવા મળે છે.