કસ્તૂરબાધામ ત્રંબામાં પાક નુકશાની સર્વે કરી રસ્તા રીપેર કરવા માંગ
રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા કલેક્ટરને આવેદન અપાયું
રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે રાજકોટ તાલુકાના કસ્તૂરબાધામ ત્રંબાના ખેડૂતોને વ્યાપક નુકશાન થવાની સાથે રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર કસ્તૂરબાધામ ત્રંબા સુધીના રસ્તાની હાલત દયનિય બની ગઈ હોવાથી તાત્કાલિક ખેતી નુકશાન સર્વે કરી રસ્તો રીપેર કરવા માંગ કરવામાં આવી છે અન્યથા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય નિશિત ખુંટ દ્વારા જિલ્લા કલેકટર રાજકોટને આવેદનપત્ર પાઠવી ભારે વરસાદને કારણે રાજકોટ તાલુકાના કસ્તૂરબાધામ ત્રંબાના ખેડૂતોને વ્યાપક નુકશાન થવાની સાથે રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર કસ્તૂરબાધામ ત્રંબા સુધીના રસ્તાની હાલત દયનિય બની ગઈ હોવાથી તાત્કાલિક ખેતી નુકશાન સર્વે કરી રસ્તો રીપેર કરવા માંગ કરવામાં આવી હતી સાથે જ જો 10 દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન શરુ કરવા પણ ચીમકી આપવામાં આવી હતી. આવેદનપત્ર આપતી વેળાએ વલ્લભભાઈ રંગાણી, વિજયભાઈ બોરડ, સુરેશભાઈ બથવાર, અમરશીભાઈ, રાજકોટ તાલુકા કોંગ્રેસ આગેવાન લવજીભાઈ ચાવડા, જીતુભાઈ રાઠોડ, અમિત સોરાની, વિશાલભાઈ કુમરખાણીયા, પંકજભાઈ નસિત, જશવંતભાઈ હડિયલ, પરસોતમભાઈ રંગાણી અને મનોજભાઈ માંદરિયા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.