રાજ્યમાં રેશનકાર્ડ ધારકો માટે ખાંડ ખૂટી ગઈ
ગતિશીલ સરકાર ખાંડના ટેન્ડર સમયસર ન કરી શકતા રાજકોટ સહિતના 31 જિલ્લામાં મીઠાશ ગાયબ
રાજકોટ : ગતિશીલ ગુજરાતમાં મોટા-મોટા વિકાસ કામો વચ્ચે સરકાર ગરીબ રેશનકાર્ડ ધારકો માટે ખાંડનો જથ્થો ફાળવવા માટેની ટેન્ડર પ્રક્રિયા સમયસર કરી ન શકતા રાજકોટ સહિતના 31 જિલ્લામાં ગરીબ રેશનકાર્ડ ધારકોને ચાલુ માસે રાહતભાવની ખાંડ નસીબ નથી થઇ, બીજી ખાંડનું વિતરણ ન થતા રેશનકાર્ડ ધારકોના રોષનો ભોગ વ્યાજબીભાવના દુકાનદારો બની રહ્યા છે.તરફ ગુજરાત સરકારે
રાજકોટ સહિત રાજ્યના 31 જિલ્લામાં પુરવઠા વિભાગ ખાંડનો જથ્થો ફાળવી શકી ન હોવા અંગે રાજકોટ ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના 31 જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરનાં અત્યંત ગરીબ લાભાર્થીઓને માત્ર 25 ટકા ખાંડ નો જથ્થો જ દુકાન સુધી પહોચાડવામાં આવ્યો છે અને 75 ટકા એટલે કે લગભગ 4500 મેટ્રિક ટન ખાંડ હજુ નિગમના ગોડાઉન કે વ્યાજબી ભાવની દુકાન સુધી પહોંચી નથી અને હવે ટેન્ડર સમયસર થયેલ નાં હોય આવવાની શક્યતા પણ નહિવત છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, હાલમાં કોઈ ગોડાઉન ઉપર હાલ એક કિલો ખાંડ નથી અને હવે આવવાની શક્યતા નહિવત છે દર મહિને જિલ્લાની દુકાન ઉપર જથ્થો સમયસર પહોંચતો નથી ખાસ કરીને ખાંડ, મીઠુ, તુવેરદાળ અને ચણા ખુબજ અનિયમિત અને પૂરતા આપવામાં આવતા નથી અને મોટી મોટી જાહેરાતો પછી જથ્થો ના આવતો હોય ગ્રાહકો સાથે ઘર્ષણ થઇ રહ્યા છે અને તેથી નિગમની મનમાની સામે પણ દુકાનદારો હવે કંટાળ્યા છે અને આ બાબતે રાજ્ય સરકારે જવાબદાર સામે પણ કાર્યવાહી કરવાની પણ માગણી ઉઠાવવામાં આવી છે.