રણુજા મંદિરે મેળામાં ગયેલ પરિવારના બંધ મકાન માંથી રૂ.1.૨૫ લાખની ચોરી
કાલાવડ પાસે રણુજા મંદિરે મેળામાં ગયેલા મેઘમાયાનગરમાં રહેતા પરિવારના માત્ર ૧૦ કલાક બંધ રહેલા રણજીતભાઈ રામજીભાઈ વારસખીયાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.1.25 લાખના સોનાના દાગીનાની ચોરી કરી માલવીયાનગર પોલીસે તપાસ શરુ કરી છે.
રણજીતભાઈ સેન્ટીગ કામ કરતા હોય ગઈ તા.26 ના પત્ની તથા પુત્ર સાથે કાલાવડ પાસે રણુજા મંદિરે મેળામાં ગયા બાદ તા. 27ના પરત આવતા ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને કબાટની તિજોરીનો લોક તૂટેલ હતો. જેમાં રાખેલ રૂ.1.25 લાખના સોનાના દાગીના કોઈ ચોરી કરી ગયું હોય બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી પીએસઆઇ સી. એસ.વાછાણી અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
