રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની તબિયત બગડી
રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જે મારા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની તબિયત બગડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આજે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન છે ત્યારે રાજકોટ લોકસભાના બેઠકમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા અમરેલી ખાતે કરવા પહોંચ્યા હતા ત્યારે રામભાઈ મોકલ્યા રૂપાલા ને મળવા જતા હતા તે દરમિયાન તેમની તબિયત બગડી હતી.
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પરષોત્તમ રુપાલાને અમરેલી મળવા જતા હતા એ દરમિયાન તેમની તબિયત લથડી હતી. તબિયત લથડતા તેમને સારવાર અર્થે આટકોટની કે. ડી પરવાડિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રુપાલાએ હોસ્પિટલ પહોંચી તેમના ખબર અંતર પૂછ્યા છે.